• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO WANKANERLatest-News

*વાંકાનેર: રાહદારી પર ટ્રક પડતા એકનું મોત અને એકનો પગ કપાયો*

“રાતાવિરડા ગામ પાસેનો બનાવ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી ખસેડાયો’

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આજે એક ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. જેમાં ટ્રક પલ્ટી મારી ગયો હતો ત્યારે તયાંથી પસાર થતા એક રાહદારીનું મોત થયું છે. તો બીજા એક રાહદારીનો પગ કપાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે.

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ પાસે આજે બપોરના અઢી વાગ્યાના અરસામાં એક ટ્રક અચાનક પલ્ટી મારી ગયો હતો. આ વેળાએ ત્યાંથી પગપાળા પસાર થતા બે યુવાનો ઉપર આ ટ્રક પડ્યો હતો. જેના કારણે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા એક યુવાનનો પગ કપાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ ઘટનાના પગલે રોડ ઉપર ટ્રાફીકજામ સર્જાયો હતો. સ્થાનિકોએ તુરંત જ ઇજાગ્રસ્ત થયેલા યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી તુરંત આ યુવાનને મોરબી સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવી બન્ને યુવાનોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Related posts

*જોડીયા ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*હડીયાણા મુસ્લિમ ભાઈઓ દ્વારા ઈદ ની ઉજવણી અને નમાજ ઘરે જ અદા કરવા માં આવી*

Hello Morbi

*પડધરી તાલુકા પંચાયત ભવન ના બિલ્ડિંગ નું ખાતમુર્હુત બ્રીજેશભાઈ મેરજાં ના હસ્તે કરાયું*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

Hello Morbi

Leave a Comment