• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ માં મોરબી જીલ્લા ના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે*

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ માં મોરબી જીલ્લા ના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.*

મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ શ્રી નેવિલભાઈ પંડિત તથા ઉપાધ્યક્ષ શ્રી લખનભાઈ કક્કડ, મહામંત્રી શ્રી શ્યામભાઈ ચૌહાણ ની યાદી જણાવે છે કે આગામી તા.૧૩-૫ થી ૧૮-૫ દરમિયાન મુ.ટાટમ, તા.ગઢડા, જી.બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ નુ આયોજન કરવામાં આવેલ છે જેમાં કરાટે, રાયફલ શુટીંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમત સમતા જેવા શારિરીક કાર્યક્રમ તથા બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે, તે ઉપરાંત પ્રાંત, પ્રદેશ તેમજ કેન્દ્ર ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ વર્ગ માં મોરબી જીલ્લા માંથી જોડાવવા ઈચ્છુક ભાઈઓએ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત- મો. ૯૪૨૯૪૭૧૭૦૧, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ-મો.૮૯૦૫૧૨૩૪૫૧ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી ના શહેર નાં અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી-મો. ૮૭૫૮૧૨૦૪૩૫, શહેર ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંવ-મો. ૯૫૭૪૦૮૩૧૧૧ પર સંપર્ક કરવો. મોરબી જીલ્લા માંથી જોડાનાર તમામ યુવાનો માટે તમામ વ્યવસ્થા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી કરવા માં આવશે. વધુ માહિતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તથા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત નો જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે ૬ થી ૮ માં સંપર્ક કરવો.

લી.
નિર્મિત કક્કડ
મંત્રી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
મોરબી.

Related posts

*મોરબીના વકીલની પુત્રીએ સોસાયટીના બાળકો સાથે સ્વામી વિવેકાનંદ જયંતિ* *રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાગાયત ખાતાની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પરખેડુતો દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે**

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ઓફિસનો ચાર્જ પણ સંભાળી લીધો છે*

editor

Leave a Comment