• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના ગેસ કટીંગ ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના પોલીસ સ્ટેશન ના ગેસ કટીંગ ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.૨.નં.૨૦૧૮/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૧૬(૩),૩૧૭(૨),૧૧૦,૨૮૭,૨૮૮,૧૨૫,૫૪ ના કામ ના આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇ રહે-જમ્બા કી ઢાળી,થાના/પોસ્ટ ઓફિસ-જમ્બા તા-બાપ જી-ફલોદી (જોધપુર) (રાજસ્થાન) વાળા છેલ્લા છ માસ થી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. અજયભાઇ રાયધનભાઇ લાવડીયા તથા પોલીસ કોન્સ વિજયભાઇ નાથાભાઇ ડાંગર નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હોય કે, સદરહું ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપીને ટીંબડી પાટીયા પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.સગારકા ના એ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.કે.ચારેલ તથા પોલીસ સબ
ઇન્સપેકટર શ્રી એસ..એન.સગારકા તથા સર્વેલન્સ સ્ટાફ ના કર્મચારીઓ જોડાયેલ હતા.

Related posts

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી PHC SARVAD

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બહાદુરગઢના પાટીયા પાસે થયેલ ચીલઝડપ ના ગુન્હામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*શ્રી હડીયાણા કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો*

Hello Morbi

Leave a Comment