• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લામાં હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ*

મોરબી જીલ્લામાં હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ રેન્જ નાઓની સુચના મુજબ ટ્રાફિક નિયમોની અમલવારી કરવા જણાવેલ હોય જેથી પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબના સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૧૪/૦૫/૨૦૨૫ થી તા.૧૬/૦૫/૨૦૨૫ સુધી “હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” (ખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-નામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ =રતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
મોરબી જીલ્લામાં તા.૧૪/૦૫/૨૦૨૫ થી તા.૧૬/૦૫/૨૦૨૫ સુધી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.
આ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૮૦૨ વાહનો ચેક કરવામાં આવેલ
હાઇવે ઉપર ભારે વાહનો રોંગ સાઇડમાં ચાલતા વાહનો ચાલકો સામે કુલ કેશ-૧૮ કરી જેનો કુલ રૂ-૫૭૦૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ
નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૧૫ કેશો કરવામાં આવેલ.
વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૨૧ કેશો કરવામાં આવેલ.
રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ- ૨૦ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.
અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૫ મુજબ કુલ-૩૩ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.
વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ભારે વાહનો વિરૂધ્ધ એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ
આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવેલ છે.

Related posts

*HELOO MORBI:માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

*જંત્રાખડી ની મુલાકાત લેતા ઈન્દ્રભારતી મહારાજ અને રાજ્ય ના મંત્રી અરવિંદ રૈયાણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અબોલ પશુ-પંખીઓ માટે માનવતાની અપીલ : મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા દ્વારા સંવેદનાભર્યો સંદેશ*

editor

Leave a Comment