• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મહા રક્તદાન શિબિર” મોરબી શહેર ભાજપનું સુવિચારિત આયોજન*

“મહા રક્તદાન શિબિર” – મોરબી શહેર ભાજપનું સુવિચારિત આયોજન

મોરબી, તા. ૨૨/૦૫/૨૦૨૫ – મોરબી શહેર ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી આરતીબા રાણાના દિકરીબા એવા શ્રી બંશીબા રાણાના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ “મહા રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર ગુરૂવાર, તા. ૨૨ મે ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ કલાકથી બપોરે ૧૨:૦૦ કલાક સુધી સંસ્કાર બ્લડ સેન્ટર, GIDC મેઈન રોડ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ, મોરબી-૧ ખાતે યોજાશે.
આ મહાન સેવાકાર્યમાં અનેક વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશેઃ
શ્રી કાંતિલાલ અમૃતિયા સાહેબ
(ધારાસભ્યશ્રી,મોરબી-માળિયા)
શ્રી ડો. જયંતીભાઈ ભાડેસીયા સાહેબ
(પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી)
શ્રી જયંતીભાઈ રાજકોટિયા સાહેબ
(મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ)
શ્રી લાખાભાઈ જારીયા
(પૂર્વ પ્રમુખ, મોરબી શહેર ભાજપ)
શ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ
(પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર)
શ્રી પ્રદીપભાઈ વાળા
(પ્રદેશ અગ્રણી,ભાજપ)
શ્રી દશરથસિંહ ઝાલા- અદેપર
(પ્રમુખશ્રી, રાજપૂત સમાજ મોરબી)
શ્રી રીસીપભાઈ કૈલા
(મોરબી શહેર ભાજપ પ્રમુખ)
તેમજ અન્ય ગણમાન્ય મહેમાનોનું પણ આ પ્રસંગે સન્માનભેર સ્વાગત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનોએ સહભાગી થવા અને વધુમાં વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું છે. આ અભિયાનમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે દાતા તરીકે આપની હાજરી આપવી સૌનું નૈતિક કર્તવ્ય છે.
સહયોગ: શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ – મોરબી સંચાલિત
આયોજક:
શ્રીમતી આરતીબા રાણા
ઉપાધ્યક્ષ, મોરબી શહેર ભાજપ
સંપર્ક: ૯૫૮૬૦ ૭૦૫૭૨

Related posts

*HELLO MORBI NEWS:મોરબી:ત્રેવીસ વર્ષની યુવા વયના યુવાનની સફળ સર્જરી કરતી ટીમ આયુષ*

editor

*ખંભાત થી વડોદરા રૂટની એસટી બસના મુસ્લિમ કંડકટર ની પ્રમાણિકતા*

Hello Morbi

*જોડિયાના ભાદરા પાટીયા થી ખીરી ગામ સુધી ભાજપ દ્વારા 30 કિલોમીટરનો રોડ શો કરાયો*

Hello Morbi

Leave a Comment