• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરાશે*

મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રમાં ૧૧ વ્યવસ્થાપક(સંચાલક), ૮ રસોઈયા તથા ૮ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી સંપૂર્ણ વિગતો સાથે મધ્યાહન ભોજન શાખા, મોરબી મામલતદારશ્રીની કચેરીએ ૨૬/૦૫/૨૦૨૫ સુધીમાં પહોંચે તે રીતે રજૂ કરવાનું રહેશે. આ અરજી અન્વયે જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે મોરબી મામલતદાર કચેરીએ સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.

આ ભરતી અન્વયે મશાલવાડી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જેપુર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, વિરપરડા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, માનસર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, નારણકા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કોયલી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કૃષ્ણનગર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જીવાપર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, પીલુડી પ્રાથમિક શાળા ૧ સંચાલક, ગીડચ પ્રાથમિક શાળા ૧ સંચાલક, ઊંટબેટ શામપર પ્રાથમિક શાળા ૧ સંચાલક, મળી ૨૭ કર્મચારીઓની તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવનાર છે.
દુકાન ધારણ કરતા કે સંચાલક/રસોઇયા/મદદનીશ તરીકે નિમણુંક મેળવવા માટે અન્ય કોઈ કારણોસર પાત્રતા ધરાવતા ન હોય તેવી વ્યક્તિ, કોઈપણ ગુનાહિત કાર્ય કરેલ હોય કે તેની સાથે સંકળાયેલ હોય, પોલીસ ફરિયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસણી સમય ગેરરીતી સંબંધ કસૂરવાર ઠરેલ હોય તેવી વ્યક્તિ, અગાઉ મધ્યાન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતિ સંબંધે છુટા કરેલ હોય તેવી વ્યક્તિ અને વકીલાત જેવા વ્યવસાયમાં જોડાયેલ વ્યક્તિ અરજી કરી શકશે નહીં.

વધુ માહિતી માટે મોરબી મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખાનો સંપર્ક કરવા મોરબી મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે કોરોના વેક્સિન આપવાનું શરૂ કરાયું*

Hello Morbi

*HELLO MORBI: નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલ, વિરપર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI:માળીયા (મીં) ખાતે એક ઇસમે બીજાના લાયસન્સ વાળુ હથિયાર પોતે ધારણ કરી સમાજમાં ભય ઉભો કરવા હથિયાર સાથે ફોટો પોતાની ફેસબુક આઇ.ડી.માં પોસ્ટ કરનાર તથા હથિયાર પરવાના ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment