• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

*મોરબી જિલ્લાના સિંચાઇ થી વંચિત ગામોને સિંચાઇ નું પાણી મળે તેવી સુવિધા કરો સી એમ ને પત્ર પાઠવી રજુઆત*

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે આજ ના સમય માં ખેડૂતો ને સિંચાઇ ની સુવિધા ના હોવી એટ્લે કે બરબાદ થવું. અને ખેતી ના કામ થી ફરજીયાત વિમુખ થવું પડે તેવા સંજોગો ના શીકાર થવું . અને આ હાલ માં આ વિસ્તાર ના ખેડૂતો સાથે આ જ થઈ રહ્યું છે.
સૂકી ખેતી માં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ , એટલે કે સૂકો દુષ્કાળ અને લીલો દુષ્કાળ નો ભય રહેતો હોય છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતી નો વ્યવસાય છોડી ને અન્ય જગ્યા એ મજૂરી કામો માટે પોતપોતાના ગામો છોડી રહ્યા છે. આના માટે જો આપ સાહેબ દ્વારા તપાસ કરાવવી હોય તો મોરબી જિલ્લા ના વર્ષામેડી , બોડકી , ખીરસરા , બગસરા , ચમનપર, નાનાભેલા, જાજાસાર, ભાવપર, લક્ષ્મીવાસ , કુંતાસી , રાજપર , તેમજ અન્ય ગામો ની તપાસ કરવી ને જાત માહિતી મેળવી શકો છો. જો કે અન્ય ગામો ની સ્થિતિ પણ કાઇ સારી નથી.
આપના દ્વારા મોરબી –માળીયા વિધાન સભા ની પેટા ચૂટણી ના પ્રચાર અર્થે મોરબી મુકામે યોજવામાં આવેલ જાહેર સભા માં આપે આ વિસ્તાર ના સિંચાઇ ના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી હતી તેવું મારા સાંભળવામાં આવેલ છે. આપ દ્વારા જલ્દી આ પ્રશ્નો નો નિકાલ કરવામાં આવશે તેવું જણાવેલ હોવાનું સાંભળવામાં આવેલ હતું. તેમજ રાજકોટ લોકસભા ના સાંસદ શ્રી દ્વારા પણ આ વિસ્તાર ના ગામો ના ચૂટણી પ્રચાર સમયે પ્રચાર માં આ બાબત નો ઉલ્લેખ કરેલ હોવાનું સાંભળવામાં આવેલ છે. જેથી અમોને આપ સાહેબ પાસે આશા બંધાણી છે કે આપ આ બાબતે જરૂજ યોગ્ય કરી ને ન્યાય અપાવશો. અને આપ સાહેબ પર અમો ને ભરોશો પણ છે. કે આપ અમારી આ રજૂઆત ને સ્કારાત્મક રીતે લઈને યોગ્ય આદેશો કરી ને આ વિસ્તાર માં સૌની યોજનાના ના મધર ડેમ એવા મચ્છુ-2 ડેમ માથી તેમજ અન્ય મચ્છુ-3 ડેમ માથી કેનાલ દ્વારા આ વિસ્તાર ને સિંચાઇ નું પાણી આપવા બાબતે જરૂર ન્યાય આપશો તેવી વિનંતિ.
અમારી આ માગણી આ વિસ્તાર ના ગામો ને કેનાલ દ્વારા સિંચાઇ નિ સુવિધા પૂરી પાડવા માટે ની જ છે. તળાવ ભરવાની માગણી અમારી નથી . તળાવ ભરવાનો અમે વિરોધ પણ નથી કરતાં . પણ આ લોલિપોપ આપી ને અમારી મુખ્ય માગણી બાજુ એ ના રહી જાય તે જોવા પણ વિનંતિ. કારણ કે તળાવ થી અમુક ગામો ને તેમજ તે ગામો ના પણ અમુક ખેડૂતો નેજ આનો લાભ મળશે . જ્યારે કેનાલ દ્વારા બધાજ ખેડૂતો ને સિંચાઇ નો લાભ મળશે. તો અમોને કેનાલ દ્વારા જ સિંચાઇ ની સુવિધા આપવા વિનંતી.
આ પહેલા અમારા દ્વારા આ બાવન (52) ગામો ના પાણીના પ્રશ્ને અનેક વાર રજૂઆતો , આવેદનો, રેલીઓ કરી ને માગણી ઓ કરવામાં આવેલ છે. જે પ્રકરણ આપના સિંચાઇ ખાતાના ઓફિસરો પાશે પડેલ છે.
તો અમારી માગણી છે કે મોરબી-માળીયા વિસ્તાર ની પ્રજા એ જ્યારે આપ પર મતો ની વર્ષા કરેલ છે. અને આપના ઉમેદવાર ને જીત અપાવેલ છે. ત્યારે આ ગામો જેવા કે વર્ષામેડી , બોડકી,બગસરા ચમનપર, વાવણિયા, મોટા દહીસરા, નાના દહીસરા, વીરપરડા, મોડપર, પીપળીયા, ચંચવાદરડા , તરઘરી, મહેન્દ્રગઢ, સરવડ, મોટાભેલા, નાનાભેલા , ભાવપર, જાજસર , દેવગઢ , નાનીબરાર , મોટીબરાર ,દેરાળા , નવાગામ , મેઘપર , રાસંગપર, સોનગઢ, માળીયા , હાજનાળી, કુંતાસી, રાજપર, ખારચીયા , આમરણ , જીવાપર, કાંતીપુર , કેરાળી, ધૂળકોટ , ફાટસર, ફડસર , મોટીવાવડી , માણેકવાડા , વાવડી, બિલિયા, બગથળા, પંચાસર, નાગલપર, અમરાપર,ગાંધીનગર, થોરાળા , રાજપર તેમજ અન્ય ઘણા ગામો ને સૌની યોજના ની કેનાલ થકી સિંચાઇ ની સુવિધા આપવા વહેલાસર હુકમો કરવા વિનંતી.
આ વિસ્તાર ના નવા ચુટાયેલા ધારાસભ્ય શ્રી બ્રિજેશમેરજા દ્વારા પણ આ બાબતે અનેક વાર આજુઆતો કરાયેલ હોવાનું તેઓએ પ્રચાર દરમ્યાન જણાવેલ છે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી.
આ માગણી બાબતે ખેડૂતો ને સાથે રાખી ને અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાનાત્મક કાર્યક્રમો કરવા પડે તે પહેલા આનો નિકાલ આવે તેવું કરવા વિનંતિ.

આપના સ્નેહાધીન

(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ સાદર રવાના :-
(૧) પ્રતિ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ગુજરાત રાજ્ય નવા સચિવાલય
ગાંધીનગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(2) પ્રતિ શ્રી પરેશ ભાઈ ધાનાણી સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા
સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(3) પ્રતિ માનનીય શ્રી અમિત ભાઈ ચાવડા સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(4) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય
ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.
(5) સચિવ શ્રી સિંચાઇ વિભાગ ગાંધીનગર , બ્લોક નો. 9 , 1 લા માળે , નવા સચિવાલય તરફ
જાણ તેમજ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી સહ.

Related posts

*HELLO MORBI: ટંકારામાં ઉગમણા નાકનો પ્રવેશદ્વાર ઓચિંતો ધરાશય કોઈ જાનહાની નહીં થયા ના અહેવાલ*

Hello Morbi

*HELLO MORBI:બાલંભા સરકારી હાઇસ્કુલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

editor

ગાંધીનગર ખાતે* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો*

Hello Morbi

Leave a Comment