• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

Latest-NewsOther

*સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર – કેન્દ્રીય કૃષિ મંત્રી*

કિસોનોને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કિસાન આંદોલન ખતમ કરવાની અપીલ કરી છે. તોમરે આંદોલનકારી કિસાનોને 3 ડિસેમ્બરે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો છે. હું રાજનીતિક દળોને કિસાનોના નામ પર રાજનીતિ નહીં કરવાનો આગ્રહ કરું છું. – કેન્દ્રીય કૃષિ મંત્રી.

કૃષિ કાનૂન સામે પ્રદર્શન કરી રહેલા કિસોનાને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી મળી ગઈ છે. કિસાનો દિલ્હીના બુરાડીમાં નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી ચલો વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ગાજિયાબાદ-દિલ્હી બોર્ડર પર કિસાનો પહોંચી ગયા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું પ્રદર્શનકારી કિસાનોને અપીલ કરું છું કે ભારત સરકાર વાતચીત માટે તૈયાર છે. કૃષિ મંત્રીએ તેમને 3 ડિસેમ્બરે ચર્ચા માટે આમંત્રિત કર્યા છે. કિસાનોની દરેક સમસ્યા અને માંગણી પર સરકાર વિચાર કરવા માટે તૈયાર છે. અમિત શાહે કહ્યું કે જો કિસાન 3 ડિસેમ્બર પહેલા ચર્ચા કરવા માંગે છે તો હું તમને બધાને આશ્વસ્ત કરવા માંગું છું કે જેવા તમે પોતાનો વિરોધ નિર્દિષ્ઠ સ્થાન પર સ્થાનાંતરિત કરશો. અમારી સરકાર બીજા દિવસે તમારી ચિંતાઓને દૂર કરવા માટે વાર્તા આયોજીત કરશે. બીજી તરફ એક કિસાને કહ્યું કે અમે MSP પર ગેરન્ટી ઇચ્છીએ છીએ. અમે અન્ય કિસાન સમૂહો સાથે આના પર ચર્ચા કરીશું અને આ પછી આગળની રણનિતી પર ચર્ચા કરીશું.

નિરંકારી ગ્રાઉન્ડમાં કિસાનોના વિરોધ પ્રદર્શન યથાવત્ છે. એક પ્રદર્શનકારી કિસાને કહ્યું કે અમે સરકાર પર વિશ્વાસ કરતા નથી. પહેલા પણ ચર્ચાઓ થઈ હતી પણ તેમાં કોઈ સમાધાન થઈ શક્યું ન હતું. અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ કાનૂનોને પાછા લે. ભારતીય કિસાન યૂનિયન પંજાબના મહાસચિવ હરિંદર સિંહ સિંધુએ બોર્ડર પર કિસાનોની બેઠક ખતમ થયા પછી કહ્યું કે એ નક્કી થયું છે કે અમે પોતાનો વિરોધ યથાવત્ રાખીશું અને અહીંથી ક્યાંય જઈશું નહીં. અમે રોજ સવારે 11 કલાકે મળીને પોતાની રણનિતી પર ચર્ચા કરીશું.

Related posts

*જોડિયા તાલુકા નું રણજીતપર ગામ સમરસ ગ્રામ પંચાયતની સ્થાપના થઇ ત્યારથી ચૂંટણી જ નથીયોજાઈ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સો ઓરડી વિસ્તારમાંથી થયેલ બુલેટ ની ચોરી નો ગણતરીની દિવસોમાં ભેદ ઉકેલી નાખતી. મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૨ દર્દીઓએ લાભ લીધો , ૧૧૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

Leave a Comment