• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો*

 

PM SHRI હડીયાણા કન્યા શાળામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામ ખાતે શ્રી હડીયાણા તાલુકા શાળના મેદાનમાં શ્રી હડીયાણા માધ્યમિક શાળા, શ્રી હડીયાણા તાલુકા શાળા તથા PM SHRI હડીયાણા કન્યા શાળા ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવા માટે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ- 2025 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ આંગણવાડી તથા શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ૧૦૦% નામાંકન કરી દરેક બાળકોને ગુણવતાલક્ષી શિક્ષણ મળી તેવા પ્રયાશો કરવાનો છે.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો ઉપરાંત આખરી કાર્યક્રમમાં આજે વિજયભાઈ નકુમ નાયબ બાગાયત અધિકારી જામનગર, અતુલભાઈ પંચાલ શિક્ષણ વિભાગ ગાંધીનગર, ગોહિલ સાહેબ મામલતદારશ્રી જોડિયા, જોડિયા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, જોડિયા નાયબ તાલુકા વિકાસ અધિકારી ઝાલા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ગરચર સાહેબ, BRC જામી સાહેબ, રસિકભાઈ ભંડેરી, જયસુખભાઈ પરમાર, ભાવેશભાઈ કાનાણી, CRC કનુભાઇ,ICDS અઘિકારીશ્રી, ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ, SMC સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, ગુરુજનો, વિધાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના વરદહસ્તે આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ- ૧ અને ધોરણ ૯ માં પ્રવેશ આપી તમામ વાલીઓને શિક્ષણના મહત્વથી માહિતગાર કર્યા હતા.ઉપરાંત તેઓએ કન્યા કેળવણી, સરકારશ્રીની વિવિધ યોજનાઓ, ગુણવતાલક્ષી શિક્ષણ વગેરે મુદ્દાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત આજરોજ માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે PM SHRI હડીયાણા કન્યા શાળાના બાલવાટિકા વર્ગનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વ્રુક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

Related posts

*HELLO MORBI;મોરબી રોયલ પાર્ક ખાતે આવેલ રહેણાક ના મકાનમાંથી ચાયના દોરા અને ફિરકી સાથે એક ની અટકાયત કરતી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી: મેલેરિયાગ્રસ્થ ગામોમાં IRS(ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે)ની કામગીરી પ્રેમજી નગર ગામમા કરવામાં આવી*

editor

*HELLO MORBI:હત્યાના ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.*

editor

Leave a Comment