• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર એસટી ડેપો ની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા*

*વાંકાનેર: તા ૫ આજ રોજ વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે રાજ્ય સભા સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા સાહેબ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી જેમાં એસ. ટી. રાજકોટ વિભાગ ના વિભાગીય નિયામક સાહેબ શ્રી કળોતરા સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી કર્મચારીઓ માટે તેમજ ડેપો માટેની અન્ય કોઈ સુવિધા માટે કોઈ તકલીફ કે વધારાની જરૂરિયાત બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળ ના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર શ્રી હિરેનભાઈ પરમાર સાહેબ હાજર રહી સાહેબ નું અભિવાદન સાથે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર ડેપો ના કર્મચારીઓ ને લગતા કોઈ પ્રશ્નનો કે ડેપો ખાતે આગામી જરૂરિયાત બાબતે જે કઈ પણ તકલીફ વાળી જરૂરિયાત હોય તે ચર્ચા કરી હતી જેમાં ખાસ વાંકાનેર એસ. ટી. ડેપો માં ATS કંપની દ્વારા ઓટોમેટિક બસ ની સફાઈ માટે મુકવામાં આવેલ મશીન નું નિરીક્ષણ કરી સારૂ કાર્ય જોઈ ને મુસાફર જનતા માટે સ્વચ્છતા જળવાઈ રહે તે સંદેશથી ખુશ થઈ વાંકાનેર ડેપો ના કર્મચારીઓ ની ટીમ ના દરેક કાર્યો ને બિરદાવ્યા હતા જેમાં રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળ ના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજરશ્રી પરમાર સાહેબ સાથે સાંસદશ્રી દ્વારા આખા ડેપો માં મુલાકાત લઈ ને સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા માટેના પ્રયત્ન નું વાંકાનેર ડેપો ખાતે ખુબ સારૂ પાલન થતું હોય જે કર્યો ની પ્રસંશા કરવામાં આવી હતી*
*વાંકાનેર ડેપો મેનેજર શ્રી અને વાંકાનેર એસ. ટી કર્મચારીઓ ને ખાસ સાંસદ શ્રી દ્વારા આગવા અંદાજ માં સહજ ભાવે કહેવામાં આવ્યું કે જયુભા વય મર્યાદા ના કારણે નિવૃત થાય પણ જેમ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપો પ્રત્યે વફાદારી સાથે અને નિગમ તેમજ કર્મચારીઓ અને મુસાફરો માટે જે જેહમત મહેનત પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા સારા કાર્યો કરવામાં આવ્યા છે તે ભાવના, લાગણીઓ તેમાંથી શીખી લેજો અને બધા કર્મચારીઓ એક પરીવાર તરીકે કાર્યો કરજો જેમાં કઈ પણ મદદ ની જરૂર હોય તો હું સહકાર આપવા સાથે છું તેવું લાગણીઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જીતેન્દ્રપાન વારી દુકાનનો ઉપરનો ભાગ મેન્યુલી રીતે (હાથથી) પાડવા કોર્ટનો હુકમ:*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

Hello Morbi

Leave a Comment