• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના નવા હોદ્દેદારોનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના નવા હોદ્દેદારોનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન
ડીસાનું જલારામ મંદિર અનેક લોકો અને સંસ્થાઓ માટે આસ્થા તેમજ શ્રધ્ધાનું કેન્દ્ર છે.ડીસાની તમામ સંસ્થાઓ તેમજ સમાજના નવા વરાયેલા હોદ્દેદારોનું વારાફરતી સન્માન કરવામાં આવે છે.ડીસા નગરની તમામ સંસ્થાઓ અને સેવાભાવીઓને માન, સન્માન,આદર, આશીર્વાદ આપી જલારામ મંદિર દ્વારા નગર એકતા અને રાષ્ટ્રીય એકતાનું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય થાય છે.
ગત ગુરુવારે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના નવા વરાયેલા હોદ્દેદારો પ્રમુખ દિનેશભાઇ વી.ઠકકર,મંત્રી પ્રવિણભાઇ સાધુ, સહમંત્રી દીલીપભાઇ રતાણી,ખજાનચી હસમુખભાઈ દવે,સહખજાનચી નરેશભાઈ ઉડેચા,ઉપપ્રમુખો કમલેશભાઈ રાચ્છ, તારાચંદભાઈ મજેઠીયા, મહિલા સહભાગિતા દક્ષાબેન જોષી, ફાલ્ગુનીબેન ઠક્કર,અંકિતાબેન જોષી સહિતના સૌકોઈ જલારામ મંદિર ખાતે પધારતાં તેમણે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
સૌ હોદ્દેદારોનું જલારામ મંદિર ડીસા વતી ભગવાનભાઈ બંધુએ શાબ્દિક સ્વાગત કરી સૌનું કંકુતિલક, ફુલછડી, સાલથી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.સૌ હોદ્દેદારોએ પોતપોતાના રચનાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા.
આ દિવ્ય અવસરે શારદાબેન આચાર્ય, ભારતીબેન જે.ઠકકર,બળદેવભાઇ રાયકા, રમેશભાઈ પટેલ, ગણપતભાઈ અખાણી, મહેશભાઈ ઠક્કર , હિતેશભાઈ સોનપાલ,પ્રતિક ગોકલાણી સહિત વિવિધ જલારામ ભકતોએ ખાસ ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોનું સન્માન કરી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.સૌએ મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચગ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૬૮ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI: ધ્રાંગધ્રા શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ખાતે માગસર સુદ બીજ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રાવણ માસમાં જલારામ મંદિર ડીસા ખાતે ગૌભાગવતકથાનું આયોજન*

editor

Leave a Comment