• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ થી સન્માનિત*

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત.
ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.ગૌરવની વાત એ છે કે મોરબી જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ તથા સાંદિપની એવોર્ડ મેળવનાર ગીતાબેન પ્રથમ મહિલા શિક્ષક છે. પોરબંદર ખાતે દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શિક્ષકની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ બાલવાટિકા અને ધોરણ ૧/૨ ના શિક્ષણ માટે નવી યુક્તિ પ્રયુક્તિઓ હતી. જેમાં મોરબી જિલ્લામાંથી ગીતાબેન સાંચલાની પસંદગી કરવામાં આવી હતી. આ એવોર્ડ મેળવી ગીતાબેને હરબટીયાળી શાળાનું,મોરબી જિલ્લા અને ટંકારા તાલુકાનું નામ તેમજ તેમના પરિવારનું નામ રોશન કર્યું છે.આ તકે ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ટંકારા બીઆરસી કોર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, રાજ્ય સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મીતાણા સીઆરસી કોર્ડિનેટર કૌશિકભાઇ ઢેઢી, તાલુકાશાળાના આચાર્ય પારઘી સાહેબતેમજ શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરિયા અને શાળા પરિવારે ગીતાબેનને શુભેચ્છા પાઠવી હતી.આ ઉપરાંત મોરબી જિલ્લા અને ટંકારા તાલુકાના શિક્ષક સમાજે ગીતાબેન ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. અને આવી જ પ્રગતિ કરતા રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.(*નૈમિષ સેજપાલ ટંકારા દ્વારા*)

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જુનાઘુંટુ રોડ સીલ્વરપાર્ક સોસાયટી ના રહેણાંક મકાન માં છુપાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક આરોપી ને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી: ૩૦/૦૮/૨૦૨૪ ના રોજ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સ્થળાંતરિત આશ્રિતો માટે ફૂડ પેકેટ્સ રવાના*

editor

Leave a Comment