
ધ્રોલ શહેરના રોડ મુદ્દે નિરાકરણ: નગરપાલિકા અને ભાજપ આગેવાનોની જહેમતથી રસ્તાની દસ્સા સુધરશે
ધ્રોલ શહેરનો મુખ્ય માર્ગ મરામત અને નવા રોડ બાબતે નગરજનોએ લાંબા સમયથી અવાજ ઉઠાવ્યો હતો. રસ્તાની દયનિય હાલતને કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો ભારે મુશ્કેલી અનુભવતા હતા. આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ધ્રોલ નગરપાલિકાના સત્તાધીશો અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની નિષ્ઠાપૂર્વક જહેમતના પરિણામે હવે આ સમસ્યાનું તાત્કાલિક અને સ્થાયી નિરાકરણ આવશે.
શહેરના ત્રિકોણ બાગથી ચામુંડા પ્લોટ વિસ્તાર સુધીના માર્ગ પર ખાડાઓ, અને અપૂર્ણ ડામરના કારણે મુસાફરો અને વાહનચાલકો ભારે તકલીફોનો સામનો કરતા હતા. વેપારીઓ દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ સમસ્યાના પગલે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ વાઘેલા અને શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા તેમજ ભાજપ અગ્રણી શબ્બીરભાઈ ચાવડા સહિત કોર્પોરેટર અને અન્ય ભાજપ આગેવાનો સાથે મળીને તાત્કાલિક અસરથી આ સમસ્યા બાબતે નિરાકરણ આવે તે માટે જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
ધ્રોલ માર્ગ અને મકાન વિભાગના અધિકારી રવિ જાવિયા સાહેબ સ્થળ પર પહોંચી રસ્તાની હાલતનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક રીતે પેચવર્ક તથા ઝીણવટભરી મરામત કામગીરી શરૂ કરાવવાનો નિર્ણય કર્યો છે. અને આગામી સમયમાં નવો રોડ બનાવવા આવશે તેવું જણાવયું હતું.શહેરના આગેવાનો અને નગર સેવકોનો પણ આ કામગીરીમાં યોગદાન રહ્યું છે. વિસ્તારના રહીશો અને વેપારીઓએ પણ જણાવ્યું કે, “અમે લાંબા સમયથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. હવે સત્તાધીશો અને અધિકારીઓએ સાબિત કર્યું કે યોગ્ય રજુઆત અને સમન્વયથી સમસ્યાનું સમાધાન શક્ય છે.”
