• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ*

*વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ.*
વાંકાનેર:તા૧૯ ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો તથા દેશદાઝ જાગે, બાળકો સ્કૂલના નીતિ નિયમો અને સ્કૂલ વ્યવસ્થાપન અને વિકાસ સુધારણામાં ભાગીદાર બને તે હેતુસર આજે શાળામાં બાળસંસદ ચૂંટણી યોજાઈ ગઈ.
આ બાળસંસદમાં જાહેરનામું, ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પ્રચાર પ્રક્રિયા તેમજ આજ રોજ બેગલેસ ડે શનિવાર ના દિવસે બાળ સંસદ ચૂંટણી યોજાઈ. જેમાં બાળકોની કક્કાવારી યાદી નામવાળી ફોટો યાદી પણ પ્રસિદ્ધ કરાયેલ હતી. મોબાઇલ દ્વારા વોટિંગ મશીન નો ઉપયોગ કરી આ ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીનું લાઈવ કવરેજ પણ કરવામાં આવ્યું. આ ચૂંટણીમાં વિજેતા થનાર બાળસંસદના મહામંત્રી અને સહમંત્રી બનશે,જે શાળા ના વિકાસ કાર્યમાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કુબાવત, હિરેનભાઈ ઠાકર,ધર્મેશભાઈ પટેલ, હેતલબેન મકવાણા તથા શાળાના આચાર્ય અનિમેષભાઈ દુબરીયાએ કરેલ.
કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે બાળકોને સમોસાનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો.
☘️બાલ દેવો ભવ ☘️

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લખધીરપુર થી નીચી માંડલ સીસી રોડની કામગીરીનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય દેથરિયા*

editor

*વર્લ્ડ એઈડ્સ ડે ની ઉજવણી ના ભાગરૂપે એચ.આઈ.વી.ના દર્દીઓને ન્યુટ્રીશ્યિન કીટ અપાઈ*

Hello Morbi

*HELLO MORBI:કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor

Leave a Comment