• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામની શ્રી ગૌરામકથા સુખરૂપ સંપન્ન*

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામની શ્રી ગૌરામકથા સુખરૂપ સંપન્ન
વર્ષ 2018 થી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્રારા નિયમિત દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.ભજનમાં થતી તમામ આવક ગૌસેવામાં વપરાય છે.હરિદ્રાર, વૃંદાવનની કથા પછી તાજેતરમાં જ મંડળ દ્વારા ઉજ્જૈન મહાકાલ તીર્થધામ ખાતે શ્રીગૌરામકથાનું દિવ્યાતિદિવ્ય ભવ્યાતિભવ્ય આયોજન પૂજ્ય શ્રધ્ધા ગોપાલ સરસ્વતી દીદીજીના વ્યાસાસને ઝાલરિયા મઠ ખાતે કરવામાં આવ્યું હતું.આ કથા દરમિયાન અનેક ધાર્મિક સ્થળોની યાત્રિકોએ મુલાકાત લઈ દર્શનનો લાભ લીધો હતો.સૌના માટે રહેવા જમવાની વીઆઈપી સગવડ કરવામાં આવી હતી.
કથાની સફળતા માટે ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ડી ઠક્કર, પ્રકાશભાઈ રામપ્રસાદભાઈ ઠક્કર, કમલેશભાઈ રાચ્છ, તારાચંદભાઈ મજેઠીયા, અમીતભાઈ પુરોહિત, મહેશભાઈ ઉડેચા, આનંદભાઈ પી ઠક્કર, પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ મજેઠીયા, મહેશભાઈ જીવરાજભાઈ પોપટ, સુરેશભાઈ રાયચંદભાઈ આચાર્ય, સુખદેવભાઈ પોપટ, રામજીભાઈ પટેલ, મણીભાઈ પટેલ -શેઠ, રમેશભાઈ કચરાણી, સુભાષભાઈ હસમુખભાઈ ઠક્કર, હર્ષદભાઈ અચરતલાલ ઠક્કર, વર્ધીભાઈ સોની, ચંદ્રકાન્તભાઈ રતાણી,વર્ધીલાલ કરસનલાલ ઠક્કર, નટવરલાલ ખેંગારજી ઉડેચા, લલિતભાઈ ખત્રી, વિનોદભાઈ પલણ,શારદાબેન આચાર્ય,જ્યોતિબેન આર ઠક્કર,બબીબેન રાચ્છ,શિલ્પાબેન સુભાષભાઈ ઠક્કર, શિલ્પાબેન જોષી, મીનાબેન મજેઠીયા સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.કથાનો ખર્ચ બાદ કરતાં વધેલ તમામ રકમ ટેટોડા ખાતે નિર્માણ પામી રહેલ શ્રી જલીયાણ ગૌમાતા હોસ્પિટલ ખાતે અર્પણ કરવામાં આવનાર છે.આગામી કથા અયોધ્યા, પુષ્કર, સોમનાથ કે દ્વારિકા એમ કોઈપણ એક સ્થળે ડિસેમ્બર -2026 માં ગોઠવવામાં આવશે તેવી જાહેરાત સંચાલક ભગવાનભાઈ બંધુએ કરી હતી.કથા દરમિયાન સુંદરકાંડ,આનંદનો ગરબો, જલારામ બાપાના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કથા દરમિયાન પૂજ્ય ગોપાલાનંદ સરસ્વતી મહારાજ,ટેટોડા રાજારામ ગૌધામના પૂજ્ય રામરતનજી મહારાજ,સાલરિયા ગૌધામના રવિન્દ્રાજી મહારાજ,મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી પારસમલ જૈન,ઝાલરિયા મઠના ટ્રસ્ટી કાકાજી સહિત વિવિધ મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી.
સમગ્ર કથાનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મંત્રી તરીકે ખંભાળીયાના લોહાણા અગ્રણી અનીલભાઈ ગોરધનદાસ તન્નાની કરાઈ નિમણૂંક*

editor

*સી.ડી.એસ.બીપીન રાવતજીને જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા અર્પવામાં આવેલ શ્રધ્ધાંજલી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ અદા કરી*

editor

Leave a Comment