• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હૂત મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે થયું*

મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૦૬.૬૫ કરોડના ખર્ચે થનારા ૧૪ જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હૂત મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે થયું

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિત
મોરબી તા.૨૮ માર્ચ, મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હોલ ખાતે રૂ.૧૦૬.૬૫ કરોડના ખર્ચે થનારા ૧૪ જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હૂત રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે અને સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા મહાનગરપાલિકાના કમિશનર શ્રી સ્વપ્નિલ ખરેની વિશેષ ઉપસ્થિતીમાં થયું હતું .

આ તકે મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાનાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં અનેક વિધ વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે આપણા મોરબી શહેરને અનેક વિધ વિકાસ કામોની ભેટ મળવા જઈ રહ્યાં છે ત્યારે કોઈપણ કામ નબળું ચલાવવામાં આવશે નહીં અને કામની ગુણવત્તા જાળવવામાં આવશે

આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે મોરબીની નોંધ આખા વિશ્વમાં સિરામિક ઉદ્યોગ તરીકે લેવામાં આવી રહી છે ત્યારે આપણા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએએ મોરબીને મહાનગરપાલિકા બનાવી અને ત્યારબાદ હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ મોરબીને અનેક વિકાસ કામોની ભેટ આપી હતી. હવે ફરી મોરબી શહેરનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ વિકાસ કામો હાથ ધરાશે.

આ તકે મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. મ્યુ.કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. નાયબ મ્યુ. કમિશનરશ્રી સંજય સોનીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ તકે મહાનુભાવો, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*HELLO MORBI NEWS: બાલંભા:ચામુંડા માતાજી મંદિર બાલંભા ખાતે યોજાયો માતાપિતા પૂજન કાર્યક્રમ*

editor

*ખંભાળિયામાં વોર્ડ નંબર 5 મા કિન્નર અપક્ષ ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

*HELLO MORBI NEWS:દાતા શ્રી દ્વારા સરવડ પ્રા.આ.કેન્દ્ર ને પીવાના પાણી માટે વોટર કૂલર અર્પણ કરવામાં આવ્યું*

editor

Leave a Comment