• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*મોરબી શિક્ષણ જગત મા ઈતિહાસ સર્જતી મોરબી ની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો (એલ.એલ.બી.) કોલેજ*

*સતત ત્રીજા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવતી મોરબી ની નામાંકીત શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ*

*પ્રવર્તમાન વર્ષે યુનિવર્સિટી ટોપટેન મા પ્રથમ સહીત સ્થાન મેળવતી કોલેજ ની ૪ વિદ્યાર્થીનીઓ*

હરહંમેશ ઉચ્ચ પરિણામો ની હારમાળા સર્જતી, વિવિધ વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી મોરબી ની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ સંલગ્ન શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ દ્વારા હરહંમેશ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવા મા આવે છે ત્યારે સતત ત્રીજા વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા એલ.એલ.બી. મા પ્રથમ સ્થાન મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર મા ડંકો વગાડ્યો છે. પ્રવર્તમાન વર્ષે તાજેતર મા જાહેર થયેલ એલ.એલ.બી. ના પરિણામો મા સમગ્ર *સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ સોઢા માધુરી જીતેન્દ્રભાઈ, છઠ્ઠા સ્થાને રાવલ પૂનમ અમૃતલાલ, નવમા સ્થાને કલોલા યુક્તિ વ્રજલાલ તથા રાઠોડ હીમશીખા મહેશભાઈ* ઉતિર્ણ થઈ સમગ્ર સૌરાષ્ટ્ર મા મોરબી નુ ગૌરવ વધાર્યુ છે. યુનિવર્સિટી ટોપ ટેન મા સ્થાન મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ને તેમની ભવ્ય તેમજ જ્વલંત સફળતા બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ શ્રી ધર્મેન્દ્રભાઈ ગડેશિયા તથા એચ.ઓ.ડી. વિશાલભાઈ જોશી સહીત ના સ્ટાફગણે શુભકામના પાઠવી બિરદાવ્યા છે.
-અહેવાલ
નિર્મિત કક્કડ

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર (વિકલાંગ) વૃધ્ધ મહિલાની મદદે આવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીજુના લીલાપર પ્રા શાળા ના શિક્ષિકા દ્વારા બાળકો ને પતંગ અને ફિરકી નું વિતરણ*

editor

*મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ મા આજે રાત્રે બજરંગ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

Leave a Comment