
અખંડિત રીતે પૂજ્ય જલારામ બાપા ભજનના 411 ગુરૂવાર પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ
ખૂબ જ વંદનીય,અભિનંદનીય, સરાહનીય અને અનુમોદનીય કહી શકાય તેવી પ્રેરણાદાયી કામગીરી ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ કરી રહેલ છે.વાલ્મિકીથી લઈને બ્રાહ્મણ સમાજ સુધી એટલે કે સમગ્ર સનાતન હિંદુ સમાજને પૂજ્ય જલારામ બાપા ભજનના માધ્યમથી જોડવાનું પ્રશંસનીય સત્કાર્ય ડીસા નગરમાં છેલ્લા આઠ વર્ષથી થઈ રહેલ છે.પૂજ્ય જલારામ બાપાના ભજન થકી થતી આવક અત્યાર સુધી કુલ 43 ગૌશાળાઓમાં ગૌમાતાઓના ભરણપોષણ હેતુ પહોંચાડવામાં આવી છે.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા 411 ગુરૂવાર અખંડિત રીતે પૂર્ણ કરી ચૂક્યું છે.ઠંડી,ગરમી,વરસાદ તેમજ કોરોના જેવી અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પૂજ્ય જલારામ બાપાનાં ભજન બંધ રહ્યાં નથી.ગત 411 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન મહેશભાઈ સરદારભાઈ રાઠોડ પરિવારના નિવાસસ્થાને હતાં જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે એક લાખ રૂપિયા ઉપરની ગૌસેવા એકત્ર થઈ હતી.
યજમાન પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.યજમાન પરિવારે પણ રૂપિયા 21000 એકવીસ હજારની ગૌસેવા જાહેર કરી હતી.પૂજય જલારામ બાપાની બાવની,બહેનો-ભાઈઓનાં ભજન,થાળ,આરતી,સાદો એક જ પ્રસાદ એમ દર ગુરૂવારે બે કલાક ચાલતા પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગમાં ડીસાનો સમગ્ર સનાતન હિંદુ સમાજ સમયસર ઉપસ્થિત રહીને સર્વ પ્રકારે અભૂતપૂર્વ સહકાર આપે છે.આગામી ગુરૂવારે અગીયારસના દિવસે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રીમતી નીતાબેન રમેશભાઈ બાબુલાલ તન્ના પરિવારના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા વિવિધ નગરોમાં પણ પૂજય જલારામ બાપાનાં ભજન દર ગુરૂવાર માટે શરૂ કરાવવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.
