• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજનો 𝟗𝟓મો સ્થાપના દિવસ ઉજવાયો*

તા. ૧૭/૦૮/૨૦૨૬

*બાલંભામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજનો 95મો સ્થાપના દિવસ ઉજવાયો*

* બાલંભામાં સમાજસેવા અને શિક્ષણના સંકલ્પ સાથે સ્થાપના દિવસની ઉજવણી

* વિદ્યાર્થીઓને શિલ્ડ, સ્કૂલ બેગ અને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાયું

બાલંભા ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજ તથા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ–બાલંભાની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ સુદ એકમના પાવન દિવસે તા. 13 ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ સમાજની વાડી ખાતે બંને સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા સાથે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજનો 95મો સ્થાપના દિવસ પણ ઉત્સાહભેર ઉજવાયો હતો.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ રાજકોટના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી નરશીભાઈ મનજીભાઈ સવાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થના, પ્રમુખ સ્થાનની વરણી, સ્વર્ગસ્થ જ્ઞાતિજનોને શ્રદ્ધાંજલિ, સ્વાગત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સેવા સમાજ, બાલંભાના પ્રમુખ પરેશભાઈ મણીલાલ ટાંકે સંસ્થાનો વાર્ષિક હિસાબ રજૂ કરી સમાજની નિર્માણાધીન નવી વાડી માટે અત્યાર સુધી થયેલા આવક-જાવક અને ખર્ચ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીનું વાર્ષિક વિવરણ પણ રજૂ કરવામાં આવ્યું હતું.

95 વર્ષથી સમાજસેવા, શિક્ષણ અને જ્ઞાતિના વિકાસ માટે કાર્યરત સેવા સમાજના સ્થાપના દિવસની ઉજવણી સાથે વિદ્યાર્થીઓના સન્માનનો આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.

* બાલંભા-હિરાપરના તેજસ્વી વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન

આ પ્રસંગે બાલંભા અને હિરાપર ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. નવા શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિલ્ડ, સ્કૂલ બેગ, રોકડ પુરસ્કાર સહિતના ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 10 અને 12ના પ્રથમ તથા દ્વિતીય ક્રમે સફળ થયેલા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વિનામૂલ્યે નોટબુક વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ ભવ્ય કાર્યક્રમમાં બાલંભા અને હિરાપરના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમના આયોજનમાં શ્રી સેવા સમાજ, બાલંભાના પ્રમુખ પરેશભાઈ મણીલાલ ટાંક, મંત્રી જાદવજીભાઈ આર. રાઘવાણી, તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ–બાલંભાના પ્રમુખ સવજીભાઈ દવજીભાઈ ગોહેલ અને મંત્રી રમેશભાઈ જે. સાપરીયા સહિતના આગેવાનોનો મહત્વનો ફાળો રહ્યો હતો..

લી
હિતેશ જી. રાઠોડ
રાજકોટ

Related posts

*સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી : મોરબીમાં સરકારી આરામગૃહોના ઉપયોગ પર નિયંત્રણનું જાહેરનામું*

Hello Morbi

*ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ એ ડિવિઝન પીઆઇ ઉપર કામગીરી બતાવવા ખોટી જુગાર રેડ કર્યાના આક્ષેપ બાદ રેન્જ આઈજીએ પોલીસ અધ્યક્ષ હિમાંશુ દોશી નેતપાસ સોંપી*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના સર્વે સમાજ ચિંતક યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

Leave a Comment