• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
ગાંધીનગર ખાતે
ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ- આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું અભિવાદન કરાયુ
……..
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડિયા ખાતે તૈયાર થનાર ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૫૬૨ રજવાડાઓનો ઇતિહાસ રજુ કરતુ માહિતી સભર મ્યુઝિયમ બનાવવાની પહેલ રાજ્ય સરકારે કરી છે. જે તમામ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે.
કેવડિયા ખાતે પ્રવાસે આવનાર એકતાનો ભાવ લઇને જાય તે ઉદ્દેશથી મુખ્ય પ્રવેશદ્વારને એકતા નગર નામ આપવામાં આવ્યું છે. રજવાડાઓનો ઇતિહાસ રજુ કરતા મ્યુઝિયમના નિર્માણ માટે રાજ્ય સરકાર અને રાજવી પરિવારોના અગ્રણીઓની કમિટી પણ બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ થનાર ૫૬૨ રજવાડાઓના મ્યુઝિયમ બદલ ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું આજે ગાંધીનગર ખાતે પાઘડી પહેરાવીને ઋણ સ્વીકાર કરી અભિવાદન કરાયુ હતું.
આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત ક્ષત્રિય સમાજની સંસ્થા અને આગેવાનોનો પરિચય કરાવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે મહેતા પરિવાર મુંબઈના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:નવયુગ સંકુલ કોમર્સના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઇ-મોરબી ખાતે 18 જૂન થી 19 જૂન સુધી સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પમાં તાલીમ મેળવી*

editor

*ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં આજ રોજ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment