• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

વિશ્વમાં 7.60 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નવા ચાર લાખથી વધુ કેસ સામે આવ્યા છે. તો એક દિવસમાં 2500થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 1.76 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 3,16,144 લોકોના મૃત્યુ થયા છે.

વોશિંગટનઃ વિશ્વભરમાં 7.62 કરોડથી વધુ લોકો કોરોના વાયરસ (Corona virus) મહામારીની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 16.84 લાખથી વધુ લોકોના આ મહામારીમાં મૃત્યુ થયા છે. અમેરિકામાં મહામારીનું સૌથી રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નવા ચાર લાખથી વધુ કેસ સામે આવ્યા છે. તો એક દિવસમાં 2500થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 1.76 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 3,16,144 લોકોના મૃત્યુ થયા છે. પાકિસ્તાનમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે.

ભારતમાં 95.51 ટકા રિકવરી રેટ
સંક્રમણની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો દેશ ભારત છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર થઈ ગયો છે. પરંતુ સારી વાત છે કે સાજા થઈ ચુકેલા દર્દીઓનો આંકડો 96 લાખની નજીક પહોંચી ગયો છે. નવા કેસની તુલનામાં સાજા થનારાની સંખ્યા વધુ રહેવાથી સક્રિય કેસ ઘટીને 3.05 ટકા રહી ગયા છે. ભારતમાં મહામારીથી મૃત્યુ પામનારનો આંકડો 1,45,477 થઈ ગયો છે. ભારતમાં દર્દીઓને સાજા થવાનો દર 95.51 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 1.45 ટકા છે.

પાકિસ્તાનમાં અત્યાર સુધી 9330 મોત
પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીથી 80 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃતકોનો આંકડો 9330 થઈ ગયો છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે પાકમાં છેલ્લા 24 કલાકમાં 2,615 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 457,288 થઈ ગઈ છે. પાકના રાષ્ટ્રીય કમાન અને ઓપરેશન સેન્ટર  (NCOC) પ્રમાણે હાલના સમયમાં દેશમાં સંક્રમણ દર 7.02 ટકા છે. પાકિસ્તાનમાં સક્રિય કેસની સંખ્યા 40553 છે.

નેપાળમાં પણ વધી રહ્યાં છે કેસ
નેપાળમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. નેપાળમાં કોરોનાના 710 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ કેસોની સંખ્યા વધીને 2,53,184 થઈ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4780 ટેસ્ટ થયા. અહીં છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીના મૃત્યુ થયા આ સાથે કુલ મૃત્યુઆંકની સંખ્યા 1777 થઈ ગયા છે. નેપાળમાં 8840 દર્દીઓની સારવાર ચાલી રહી છે. નેપાળમાં અત્યાર સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા  2,42,567 થઈ ગઈ છે.

 

એક નજર અન્ય દેશો પર
તો બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા 72.13 લાખને પાર થઈ ગઈ છે. બ્રાઝિલમાં અત્યાર સુધી 1.86 લાખથી વધુ દર્દીઓના મોત થયા છે. રશિયામાં કોરોનાના મામલામાં 27.92 લાખને પાર થઈ ગયા છે, જ્યારે 49,170 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં અત્યાર સુધી 25.16 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 60534 લોકોના મોત થયા છે. બ્રિટનમાં 20.10 લાખથી વધુ લોકો મહામારીની ઝપેટમાં આવ્યા છે, જ્યારે 67177 લોકોના મૃત્યુ થયા છે. ઇટાલીમાં 19.38 લાખથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે 68,447ના મોત થયા છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદી માટે કરવામાં આવેલ સેટેલાઈટ સર્વે બંધ કરવાની માંગ સાથે આમઆદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપ્યું*

editor

*ડીસા જલારામ મંદિરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસાના નવીન હોદેદારોનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિરામિકએશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા એ નર્મદા બાલઘરની મુલાકાત લીધી*

Hello Morbi

Leave a Comment