• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી તાલુકામાં ઘુંટું ગામે કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા* સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા

મોરબી જિલ્લાના મોરબી તાલુકાનાં ૫૪ ગામોના ૩૫૦૦ ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટેની કિશાન સૂર્યોદય યોજનાનો ઘુંટું ગામે આયોજીત કાર્યક્રમમાં ઇ-તકતીથી અનાવરણ કર્યા બાદ સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નેતૃત્વ હેઠળની સરકારે વર્ષો જૂની ખેડુતોની માંગણી અને ખેડૂતોની ચીંતા કરીને ખેડૂતોને દિવસે જ વીજળી મળે તે માટે ૩૫૦૦ કરોડ રૂપીયાનો ખર્ચ કરીને ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં દરેક ગામે દિવસે ખેડૂતોને વીજળી મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આ કિશાન સૂર્યોદય યોજનાનો મોરબી તાલુકામાં ૫૪ ગામના ૩૫૦૦ ખેડૂતોને આજથી જ દિવસે વીજળી મળતી થઈ ગઈ છે.

 

વધુમાં સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, હું પણ ગામડાનો માણસ છું, ગામડામાં મોટો થયો છું, એટલે ગામડાના લોકોની મુશ્કેલીઓ વિશે મને ખબર છે. અગાઉની કેન્દ્ર સરકારે નર્મદા ડેમના દરવાજા ખોલવાની મંજૂરી ન આપી શકી તે મંજૂરી નરેન્દ્ર ભાઇ મોદીએ વડાપ્રધાન થતા ૧૭ દિવસમાં આપી દીધી હતી.

 

આ કાર્યક્રમની શરૂઆતમાં પી.જી.વી.સી.એલ. ના હિસાબી અધિકારીશ્રી પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને આભરવિધી નાયબ ઈજનેરશ્રી એન.આર.હુંબલ દ્વારા કરવામાં આવી હતી.

 

મોરબી તાલુકાનાં ઘુંટુ ગામે આયોજીત આ કાર્યક્રમમાં મોરબી માળીયા ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખશ્રી જયંતિભાઇ કવાડીયા, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખશ્રી દુલર્ભજીભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઇ, મહામંત્રીશ્રી જયરાજસિંહ, અધિક્ષક ઈજનેરશ્રી વિ.એલ. ડોબરીયા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબીમાં ગ્રીન સિટી સિરામિક તરફથી એક્યુપ્રેશર ફ્રી નિદાન સારવાર કેમ્પ યોજાયો 70 દર્દીઓએ લીધો લાભ*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર કાંતિલાલના સમર્થનમાં જેતપર માં મહિલાઓએ જાહેર સભા યોજી*

Hello Morbi

*HELLO MORBI NEWS: વાંકાનેર:મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટક અને ટીમની ધારદાર દલીલોને લયને ભાડાની દુકાન ખાલી કરવાનો હુકમ નથયો*

editor

Leave a Comment