• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારત માતા કી જય” ના નારા સાથે મોરબીના પ્રથમ લાભાર્થીએ રસીકરણ કરાવ્યું*

ડૉક્ટર ખરેખર ભગવાનનું બીજુ રૂપ છે તે કોરોના કાળમાં સાબિત થયું

– સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા                                                                                                                             સમગ્ર દેશમાં ૧૬મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતે અહીંના પ્રથમ લાભાર્થી ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર એવા પ્રસિદ્ધ ડૉક્ટર અને આગેવાન ડૉ. જેન્તીભાઇ ભાડેસીયાએ ભારત માતા કી જય અને ધનવંતરી દેવની જય બોલાવીને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

 

મોરબી જિલ્લામાં રસીકરણના પ્રારંભે આયોજિત કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશની ૧૩૦ કરોડની જનતાનો કોરોનાની રસી ક્યારે આવશે તેવી ઇન્તેજારીનો અંત આવી ગયો છે. કોરોનાની શરૂઆત થી લઇને આજદિન સુધી કોરોના સામેના યુદ્ધમાં યોદ્ધા તરીકે લડાઇ કરતાં તમામ ડૉક્ટર્સ, નર્સ, આરોગ્યકર્મીઓ, સફાઇકર્મીઓની સેવા અને બલિદાનને યાદ કરી મહામારી સામે લડવા માટે અભિનંદન પાઠવ્યા હતા. મહામારીના સમયમાં ડૉક્ટર્સની સેવા અને કામ કરવાની ખેવનાએ પ્રજામાં ડૉક્ટર ખરેખર ભગવાનનું બીજુ સ્વરૂપ હોવાનું સાબિત કર્યું છે

 

દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યા બાદ મોરબી ખાતેથી સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાની વિશેષ ઉપસ્થિતિમાં રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત સૌ આગેવાનોએ દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને કરેલ સંબોધનનું શ્રવણ કર્યું હતું

 

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ રસીકરણ કેન્દ્રના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમના પ્રારંભે અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને કોરોનાના પ્રારંભથી લઇને અત્યાર સુધી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં થયેલ કોરોનાલક્ષી કામગીરી અંગેનો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવ્યાપી રસીકરણનો પ્રારંભ કર્યા બાદ મોરબીમાં રસીકરણના પ્રથમ લાભાર્થી અહીંના સ્થાનિક પ્રસિદ્ધ ડૉક્ટર અને આગેવાન ડૉ. જેન્તીભાઇ ભાડેસીયાને રસી આપવામાં આવી હતી. મોરબીમાં પ્રથમ રસી મુકાવનાર ડૉ. જેન્તીભાઇ ભાડેસીયાએ ભારત માતા કી જય અને ધનવંતરી દેવની જય બોલાવીને રસી મુકાવી હતી. ત્યાર બાદ આઇ.એમ.એ. મોરબીના પ્રમુખ ડૉ. વિજયભાઇ ગઢીયાએ રસી મુકાવી

 

રસી લીધા બાદ મોરબીના પ્રથમ લાભાર્થી ડૉ. જેન્તીભાઇ ભાડેસીયાએ જણાવ્યું હતું કે, દેશના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થયેલ સ્વદેશી રસી મુકાવનાર તરીકે મોરબી જિલ્લાના પ્રથમ લાભાર્થી હોવાનો ગર્વ અનુભવું છું. સંપૂર્ણ દેશમાં કોરોના મુક્ત કરવા માટે સૌ અગ્રેસર રહો તેવી આભીલાષા વ્યક્ત કરી હતી

 

આઇ.એમ.એ. મોરબીના પ્રમુખ ડૉ. વિજયભાઇ ગઢીયાએ પણ રસી લીધા બાદ જણાવ્યું હતું કે, આ એક સામાન્ય રસી જેવી જ રસી છે. કોઇએ ગભરાવવાની જરૂર નથી. કોઇ પણ જાતની અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી હ

 

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપરાંત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, ડી.ડી.ઓ.શ્રી પી.જે. ભગદેવ, અધિક જિલ્લા કલેક્ટરશ્રી કેતન પી. જોષી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટશ્રી ડૉ. દુધરેજીયા, આર.એમ.ઓ.શ્રી ડૉ. સરડવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરા સહિતના અગ્રણીઓ, વેક્સીન લેનાર ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.તી..હતી…

Related posts

*વાંકાનેર પોલીસે બે ઈકો કાર ચોરનાર રાજસ્થાની શખ્શ ને ઝડપી પાડ્યો*

Hello Morbi

*ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે બોર્ડર સીક્યુરીટી ફોર્સના નિવાસી તાલીમ વર્ગ યોજાશેયોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએમોરબી રોજગાર કચેરીખાતે અરજી કરવી*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના અદેપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ અપાયા*

editor

Leave a Comment