• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા અને તાલુકા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે મિટિંગ યોજાશે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડ્સુંબિયા*

મોરબી : મોરબી તાલુકા કોંગ્રેસ દ્વારા આવનારી ચૂંટણી અંગે આજે તા. 18ના રોજ સવારે 11 વાગ્યે બગથળામાં તળાવની પાળે આવેલા દાદાના મંદિર ખાતે મિટિંગ રાખવામાં આવેલ છે. જેમાં ગુજરાત કૉંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને મોરબી જિલ્લા કોંગ્રેસ નિરિક્ષક કરણસિંહ જાડેજા, ધારાસભ્ય લલીતભાઈ કાગથરા, એલ. એમ. કંઝરીયા, જયંતીભાઈ જે. પટેલ સહિતના આગેવાનો સ્થાનિક સ્વરાજની મોરબી જિલ્લા, તાલુકા પંચાયત અંગેની ચુંટણીલક્ષી માહિતિ અને માર્ગદર્શન આપવા માટે હાજર રહેવાના છે. તો મોરબી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્યઓ, સંગઠનના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, રબારી સેલ, NSUI, યુથ, SC, ST સેલ, માઇનોરીટી સેલ, સેવાદળ, સોશ્યલ મિડિયા ડિપાર્ટમેન્ટ તથા કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે .ડી. પડંસુબિયાએ યાદીમાં જણાવ્યું છે.                આ ઉપરાંત, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તા. 18ના રોજ બપોરે 2-30 વાગ્યે રામધન આશ્રમ ખાતે મિટિંગનું આયોજન કરેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી આવવાના છે. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા થાય તેમજ સંગઠનો વધુ મજબૂત થાય તે હેતુથી મિટિંગ રાખેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:જોડીયાના (મા)સામપર ગામના સરપંચની પ્રશંસનીય કામગીરી*

editor

*મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અન્વયે સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરતા રાહત કમિશ્નરશ્રી હર્ષદ પટેલ*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી, ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

editor

Leave a Comment