• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં લગ્નપ્રસંગે બકરાની બલી ચડાવનાર 3 ઝડપાયા*

કોરોના ટેસ્ટ બાદ ત્રણેયની વિધિવત પોલીસે કરી ધરપકડ

 

મોરબી : મોરબીમાં લગ્નપ્રસંગમાં માતાજીની માનતાના નામે બકરાની બલી ચડાવવાનો વિડીયો વાઇરલ થતા જીવદયા પ્રેમીઓમાં હડકંપ મચી ગયો હતો. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ આ બનાવમાં સંડોવાયેલ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.                                    મોરબીમાં પશુ બલી ચડાવવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ત્રણ સરદારજી હાથમાં તલવાર લઈને ત્રણ બકરાના માથા કાપતા જોવા મળતા આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ આ બનાવની ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં મોરબીના સો ઓરડી માળિયા વનાળીયામાં રહેતા સરદારજી પરિવારના જીતસિંગના ઘરે તા. ૩ ના રોજ લગ્નપ્રસંગ હોય જે પ્રસંગે તેમના સગા યુવરાજસિંગ જીતસિંગ બાવરી રહે સો ઓરડી મોરબી તેમજ અમરસિંગ માયાસિંગ બાવરી રહે મહેસાણા અને સનીસિંગ ન્યાલસિંગ બાવરી રહે લીલીયા તા. અમરેલી એ ત્રણ ઈસમોએ ત્રણ બકરાના માથા ધડથી અલગ કરી મારી નાખ્યા હતા.

 

આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે પશુ અત્યાચાર એકટ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓ સનીસિંગ ન્યાલચંદ બાવરી,અમરસિંગ માયસિંગ બાવરી,યુવરાજસિંગ જીતસિંગ બાવરીને ઝડપી લીધા હતા. અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*ગઢડા ( સ્વા.)સ્વામિનારાયણ મહિલા કોલેજ માં વૃક્ષારોપણ*      

Hello Morbi

*HELLO MORBI: આમરણ ચોવીસી ના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈની સુવિધા આપવા સી એમ ને રજૂઆત કરતા સામજિક કાર્યકર*

editor

*મોરબી નગરપાલિકા ના વાહનો નો ખુલ્લેઆમ ભારતીય જનતા પક્ષના ઝંડા મારવા પાલિકાના વાહનનો થતો ગેરઉપયોગ કલેકટર યોગ્ય પગલા લેવા જોઇએ મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

Leave a Comment