• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*તારાપુર નજીક આવેલા નાર ગામ ના ગોકુલ ધામ આશ્રમ ખાતે કોમી એકતાના દર્શન થયા*

તારાપુર નજીક આવેલા નાર ગામ ખાતે આવેલ ગોકુલધામ આશ્રમમાં કોમી એકતાના પ્રતીક કાર્યક્રમ યોજાયો હતો જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ગત તારીખ_તા-૬/૨/૨૧_શુક્રવાર

અનાથ દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ

દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ ભેટ આપ્યા

સિલાઇ મશીન વિતરણ ટ્રાયસિકલ વિતરણ તથા વૃધ્ધાશ્રમનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું તાજેતરમાં ગોકુલધામ-નાર ખાતે શ્રીજી ઐશ્વર્યધામનો તૃતીય પાટોત્સવ અને માતા-પિતા વગરની અનાથ દિકરીઓનો સમૂહલગ્નોત્સવ રાખવામાં આવ્યો હતો. તે પ્રસંગે વિધવા ત્યક્તા બહેનોને સિલાઇ મશીન, દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવામાં આવી. તેમજ કપાયેલા હાથ-પગ વાળાને કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવામાં આવ્યા હતા. આશીર્વાદ સભામાં સંતો,મહેમાનો અને દાતા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. પુરાણી સ્વામીએ મંગલ પ્રવચન આપ્યું.સારંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી,વડતાલના કોઠારી સંત વલ્લભ સ્વામીએ નવ દંપતિને આશીર્વાદ પાઠવા હતા.

​સમારંભમાં વિપુલભાઇ પટેલ, મહેશભાઇ પૂજારા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સુનીલભાઇ મહેતાએ ઉદ્દબોધન કર્યું હતું.

દાતા પરિવારનું ફુલ હાર મૂર્તિ અને શાલ આપી સંતોએ સન્માન કર્યું. દાતા પરિવારની મહિલાઓનું સાંખ્યયોગી ગીતાબા-રાધાબાએ સન્માન કર્યું. 103 કપાયેલ હાથ પગ વાળા લાભાર્થીઓને Hi-Tech Prosthetic (કૃત્રિમ હાથ-પગ) વર્જીનીયા બીચ યુ.એસ.એ.ના સહકારથી બેસાડી આપવામાં આવ્યા પૂ.શુકદેવ સ્વામી તેમજ પૂ.હરિકેશવ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી આ વિસ્તારના છેવાડાના માણસની હર હંમેશા સેવા કરતા રહે છે યુવતિઓ માટે પછાત ગામ્ય વિસ્તારમાં 3,40,000 સેની ટરી પેડનું વિતરણ સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી કરવામાં આવ્યું હતું. સૌ દાતા પરિવારને ધન્યવાદ પાઠવ્યા. અંતમાં આભાર દર્શન મનુભાઇ રાઠોડે અને સભા સંચાલન ભાનુભાઇ પટેલે કર્યું હતું.તથા મુસ્લિમ ભાઈ અને પત્રકારો નુ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે મ.રફિક જે દિવાન કિસ્મત સામાજિક કાર્યકર અને મુલતાન બાપુ સામાજિક કાર્યકરે માનવતાવાદી સારા કાર્યો બદલ પૂ.શુકદેવ સ્વામી તેમજ પૂ.હરિકેશવ સ્વામી નુ શાલ ઓઢાડી શુભેચ્છાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે લોહાણા જ્ઞાતિ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર રવિવાર થી શરૂ*

editor

*HELLO MORBI:કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

editor

*HELLO MORBI: રાજકોટમાં ખ્વાજા ગરીબ નવાજ ના છઠ્ઠી શરીફ મુબારક નિમિત્તે એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે*

editor

Leave a Comment