• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુસ્લીમ વિકલાંગ ને સાયકલ અર્પણ કરી “જલ્લા સો અલ્લાહ” ના સુત્ર ને સાર્થક કરતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

*દરિયાલાલ ઈલેક્ટ્રોનિક્સ ના સૌજન્ય થી શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા ડાયાબિટીસ મા વિકલાંગ બનેલ મુસ્લીમ વિકલાંગ હુશેનશા શામદાર ને ટ્રાયસિકલ અર્પણ*

 

*સંસ્થા ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મો.ન.પા. પૂર્વ ચેરમેન ભાવીન ઘેલાણી, જગુભાઈ તુલસીયાણી (દરિયાલાલ ઈલેક્ટ્રોનિક્સ), દીનેશભાઈ ભોજાણી (દીનુમામા), રઘુવંશી યુવક મંડળ-મોરબી પ્રમુખ ડેનિશ ભાઈ કાનાબાર, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી મંત્રી અશોક ભાઈ પાવાગઢી, કે.પી.ભાગીયા સાહેબ આમદશા શામદાર, ફીરોઝભાઈ ફકીર ની પ્રેરક ઉપસ્થિતી મા કાર્યક્રમ યોજાયો*

 

વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા હરહંમેશ સામાજીક જવાબદારી નુ વહન કરવા મા આવે છે ત્યારે કોઈ પણ પ્રકાર ના નાત-જાત ના ભેદભાવ વિના સેવા પ્રદાન કરતી મોરબી ની આ સંસ્થા દ્વારા મુસ્લીમ વિકલાંગ ને સાયકલ અર્પણ કરી સામાજીક સમરસતા તથા કોમી એકતા નુ ઉમદા દ્રષ્ટાંત પુરુ પાડ્યુ છે.

મોરબી ભવાની ચોક નિવાસી હુસેનશા શામદાર કલર કામ ના વ્યવસાય સાથે જોડાયેલ હતા. તેમને ડાયાબિટીસ નો રોગ થયા બાદ પગ ના ભાગ મા ઈજા થતા તેમા રુજ ન આવતા તેમનો પગ કપાવવો પડ્યો હતો જેથી તેઓ દયનિય પરિસ્થિતી મા જીવન ગુજારી રહ્યા હતા ત્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ તેમની વહારે આવ્યા હતા. શ્રી દરિયાલાલ ઈલેક્ટ્રોનિક્સ તથા શ્રી દરિયાલાલ ફેશન ના સહયોગ થી મુસ્લીમ વિકલાંગ ને ટ્રાયસિકલ અર્પણ કરવા મા આવી હતી. આ તકે સંસ્થા ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મો.ન.પા. પૂર્વ ચેરમેન ભાવીન ઘેલાણી, જગુભાઈ તુલસીયાણી, દીનેશભાઈ ભોજાણી (દીનુ મામા), રઘુવંશી યુવક મંડળ મોરબી ના પ્રમુખ ડેનિશભાઈ કાનાબાર, લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ના મંત્રી અશોક ભાઈ પાવાગઢી, કે.પી.ભાગીયા, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, હીતેશ જાની, બકુલભાઈ રાચ્છ, આમદશા શામદાર, શ્રીકાંત ભાઈ પટેલ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે દીપાવલી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૭-૧૮-૧૯ દરમિયાન યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જલારામ મંદિર ખાતે માસ ની ૪ તારીખે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૬ ની યાદી ખુલ્લી મુકવા માં આવી*

editor

*દીવાળીના તહેવારો નિમિતે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગાયોને પૌષ્ટિક આહાર માટે પ્રેરણાદાયી દાન*

Hello Morbi

Leave a Comment