• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના નેસડા ખાનપરમાં જુગાર કલબ ઉપર એલસીબી ની રેઇડરૂપિયા 1 04. 500 ની રોકડ સાથે સાત ઝડપાયા*

ટંકારા: હાલ મોરબી રહેતા મૂળ નેસડા ખાનપરના રહેવાસી શખ્સે બહારથી જુગાર શોખીનોને બોલાવી નેસડા ખા.ના પોતાના મકાનમાં શરૂ કરેલ જુગાર કલબ ઉપર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ ત્રાટકી હતી અને ગંજીપત્તા પર રોકડ રકમની હારજીતનો જુગાર રમી રહેલા 7 શખ્સોને એક લાખ કરતા વધુ રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમીને આધારે ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે મમતા પ્રોવિઝન સ્ટોર પાછળ આવેલા પંકજભાઈ વાલજીભાઈ ભાડજાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા 7 શખ્સો ગંજીપત્તા પર રોકડ રકમની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.

 

વધુમાં એલસીબી ટીમે નવલખી બાયપાસ રોડ પર અંજલિ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 202માં રહેતા પંકજભાઈ વાલજીભાઈ ભાડજા પોતાના નેસડા ખા. ગામે આવેલા પૈતૃક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી જેને પગલે બાતમીવાળા સ્થળે રેડ કરતા પંકજભાઈ વાલજીભાઈ ભાડજા, ભુદરભાઈ પરસોત્તમભાઈ ભીમાણી, ઇબ્રાહિમભાઈ ગુલામભાઈ ચૌહાણ, રમેશભાઈ દેવકારણભાઈ ગોપાણી, વસંતભાઈ ઘોડાસરા, પ્રાણજીવનભાઈ કુબેરભાઈ ભાડજા અને પ્રેમજીભાઈ નાથાભાઈ ભાડજા રહે. બધા નેસડા ખા. આમ કુલ સાત શખ્સો ગંજીપત્તાથી રોકડ રકમની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. આથી પોલીસે જુગારના પટમાંથી રૂપિયા 1,04,500 કબ્જે કરી તમામ જુગરધારા કલમ હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જુગારની આ રેડમાં પોલીસ ઇન્સ. વી.બી. જાડેજા, પો. સબ. ઇન્સ. એન.બી. ડાભી, એલસીબી મોરબીના હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, ચંદુભાઈ કાણોતરા, પો. કોન્સ. ભરતભાઇ જિલરીયા, નિરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, વિક્રમભાઈ કુગશિયા, એ.એસ.આઈ. રસિકભાઈ ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Related posts

**મોરબી માં મકરાણીવાસ નજીક રામ ઘાટ પાસે છરીના ઘા ઝીકી યુવાનની હત્યા*

Hello Morbi

*ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર 50 બેડ ની સુવિધા સાથે શરૂ*

Hello Morbi

*ટંકારા ના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ની ગ્રાહક સુરક્ષા સમિતિ માં નિમણુક કરાઇ*

Hello Morbi

Leave a Comment