• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ-મોરબી રોડ પર ટંકારા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, બંને ચાલકો ઘાયલ*

108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

ટંકારા : ગઈકાલે સાંજે રાજકોટ-મોરબી રોડ પર ટંકારા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે સામસામે બે મોટર સાઇકલ વચ્ચે ટક્કર થતાં ગભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના દયાલજીભાઈ મોહનભાઇ પિઠડિયા અને ટંકારાના શાકભાજીના વેપારી જગાભાઈ ઘનાભાઈના બાઈક વચ્ચે ટક્કર થતાં બંને વાહનચાલકોને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.                           આ અકસ્માત અંગે ટંકારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતા એમ્બ્યુલન્સના પાઈલોટ કેતનસિંહ અને ડો. રૂબિયાબેન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જગાભાઈ ઘનાભાઈને પ્રાથમિક સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે દયાલજીભાઈને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે 108ની ટીમે ઘાયલની રોકડ રકમ અને મોબાઇલ સહિતની કિંમતી ચીજો તેના પરીવારને સોંપી હતી.

Related posts

*મોરબી:રેડ એલર્ટ-તંત્ર સાબદુ અને જનતાને સાવચેત રહેવા રાજ્ય મંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજાની અપીલ*

Hello Morbi

*HELLO MORBI:ભૂલી પડેલી તરુણી ને આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ; પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા*

editor

Leave a Comment