ટ્વીનિંગ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ તા.3/3/2021 ને બુધવારના રોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળા અને શ્રી બાલાચાડી પ્રાથમિક શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વચ્ચે ઓનલાઇન ટ્વીનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે શ્રી હડિયાણા કન્યા શાળાના ધો.6 થી 8 ના શિક્ષકો ચંપકભાઈ ધમસાણીયા, દેવાંગીબેન બારૈયા તથા સુરેશભાઈ મકવાણા દ્વારા શ્રી બાલાચાડી પ્રા. શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપ્યું તથા શ્રી બાલાચાડી પ્રા. શાળાના ધો.6 થી 8 ના શિક્ષકો ભરતભાઇ ઝાટિયા, મુસ્તકભાઈ ગોધાવ્યા તથા દીપાલીબેન મકવાણા દ્વારા શ્રી હડિયાણા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. ત્યાર બાદ બન્ને શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન અંતાક્ષરી, કવીઝ તથા વિવિધ ઓનલાઇન ગેમો રમાડવામાં આવી હતી. આ ઓનલાઇન સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને શ્રી હડિયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણા તથા શ્રી બાલાચડી પ્રા. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ છત્રોલા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા….
શરદ એમ.રાવલ..હડિયાણા..
