• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી અને રાજકોટની સીટી બસોને ટંકારા સુધી દોડાવવાની માંગ ઉઠી*

ટંકારથી મોરબી અને રાજકોટ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તથા લોકો માટે આ બન્ને સીટી બસોને ટંકારા સુધી લંબાવવા રજુઆત

ટંકારા : ટંકારાથી રાજકોટ અને મોરબી કામ અર્થે તથા અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોની અગવડતા દુર કરવા માટે લજાઇ ચોકડી સુધી આવતી મોરબી સીટી બસ અને રતનપર સુધી આવતી રાજકોટ સિટી બસ ટંકારા સુધી દોડાવવા માંગ ઉઠી છે. જેથી મુસાફરનો સમય અને પૌસા પણ બચી શકે અને પુરતી સગવડ પણ મળશે.

 

ઔધોગિક વિકાસ તરફ હરણફાળ ભરતા ટંકારામા પાયાની સુવિધા માટે રીતસરની જહેમત કરવી પડે છે અને કોઈપણ કહેવાતા સેવકો લોકોની પરેશાની દુર કરવા દરકાર પણ લેતા નથી ત્યારે ટંકારા તાલુકાના લોકોએ રાજકોટ મહાનગરપાલિકાના નગરસેવક અને મોરબી નગરપાલિકાના સેવકો સામે સીટી બસ સગવડની માંગ કરી છે.

વધુમાં જણાવ્યા મુજબ રાજકોટથી ટંકારા અને મોરબી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તથા છુટક વેચાણ ક્ષેત્રમાં રહેલા વ્યક્તિને અપડાઉનમા સમય અને સંપત્તિનો વ્યય થતો અટકે અને સગવડ સાથે મુસાફરી કરી શકે તે માટે રાજકોટની સીટી બસ જે રતનપર સુધી આવે છે, તે બસને ટંકારા સુધી દોડાવવાની અને મોરબીની સીટી બસ જે લજાઈ ચોકડી સુધી આવે છે, તે બસ ટંકારા સુધી લાબાવવાની માંગ ઉઠી છે. ટંકારાના વિદ્યાર્થીઓ સહિતના લોકોની આ માંગણીને લઈને ઉચ્ચસ્તરે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલમાં રાજપૂત યુવા શક્તિ ગ્રુપ દ્વારા કાલે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ભાભરના હરિભક્તોએ ડીસા ખાતે સામૂહિક રીતે લાલો ફિલ્મ નિહાળી*

editor

*HELLO MORBI:જામનગર જિલ્લાના NSUI ના પ્રમુખ સનીભાઈ આચાર્ય ની નિમણુક ને આવકાર દાયક ગણાવતા ધ્રોલ જોડિયા રામાનંદી સાધુ સમાજના આગેવાન લલિતભાઈ નિમાવત*

editor

Leave a Comment