• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકાર ત્રણ ‘T’ ની વ્યૂહ રચના ટેસ્ટિંગ-ટ્રેસિંગ–ટ્રિટમેન્ટ થી આગળ વધી રહી છે* *મુખ્યમંત્રીશ્રી* 

-: શ્રી વિજયભાઇ રૂપાણી :-

 *કોરોના સંક્રમણ સામે સરકાર પૂરી સજાગતાથી પગલાં લઇ રહી છે કોઇએ ભય-ગભરાટ રાખવાની જરૂર નથી*

 *ફરજિયાત માસ્ક અને વેકસીન એ બે કોરોનાથી બચવાના ઉપાય છે*

 *ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ વધુ છે તેના પર વિશેષ ફોકસ કરી સરકાર યોગ્ય પગલાં લઇ રહી છે*

 *રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે વેકસીન અપાશે*

 *જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન વધારતા જઇએ છીયે-૧૦૪ ફિવર હેલ્પલાઇન-સંજીવની રથ –ધનવંતરિ રથ દ્વારા લોકોને ઝડપથી આરોગ્ય સેવાઓ પહોચાડાય છે*

……

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે*.

*મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે*

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું કે, રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે*

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. વેક્સિનની સંખ્યા રોજના ૩ લાખ સુધી લઇ જવાના નિર્ધારમાં અત્યારે સવા બે લાખ જેટલું વેક્સિનેસન થાય છે.

એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી ૧૦૪ ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પ્ણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના ૭૦ ટકા બેડ ખાલી છે.

*મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૪ મહાનગરોમાં કોરોના સંક્રમણ કેસ વધુ છે એટલે ત્યાં ફોકસ કરીને સરકાર આગળ વધે છે*

*આ એક સાયકલ છે એટલે હજુ અઠવાડિયું કેસ વધશે પછી ડાઉન ટ્રેન્ડ આવશે*

*શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોના અનપ્રેડીકટેબલ છે પરંતુ કોઇએ ગભરાવાની કે ઉચાટ કરવાની જરૂર નથી. સરકાર બધા જ આવશ્યક પગલાં અને ઉપાયો કરી રહી છે*.

*મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, કોરોના સંક્રમણથી બચવાના બે મુખ્ય ઉપાય ફરજીયાત માસ્ક અને વેકસીનેશન છે*

*એટલે સૌ નાગરિકો માસ્ક અવશ્ય પહેરે અને વેકસીન પણ લઇને કોરોનાથી બચે તેવી અપિલ પણ તેમણે કરી હતી*

…….

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*

editor

*HELLO MORBI: વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ અન્વયે મોરબીના વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કર્યા*

editor

*HELLO MORBI:ટંકારા: લોહાણા રઘુવંશી રત્ન ભાવિનભાઈ સેજપાલ ના ધર્મ પત્ની શ્રી ચાર્મીબેન સેજપાલની ટંકારા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે વરણી*

editor

Leave a Comment