• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીને રેમડેસિવીરનો વધુ જથ્થો આપવા મોહનભાઇ કુંડારીયાએ સીએમને કરી રજુઆત*

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વધુ ટેસ્ટિંગ કીટ ફાળવવા આરોગ્ય અધિકારીને સૂચના આપી

મોરબી: જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા સાથે કોવિડ-19ની ટેસ્ટ કીટની અછત સર્જાઈ હોવાના અખબારી અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંબંધિત તંત્રને આ સંદર્ભે ત્વરિત વ્યવસ્થાઓ દુદ્રઢ કરવા સૂચનાઓ આપી છે.

 

પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને કિવિડ-19 પ્રતિરોધક રસી મુકવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે બીજી તરફ કોવિડ-19ના કેસોમાં આવેલા જબ્બર ઉછાળાને લઈને નાગરિકો ટેસ્ટ કરાવવા માટે પણ ઉમટી રહ્યા છે. મોરબી જિલ્લામાં ટેસ્ટ કીટની અછત સર્જાઈ હોવાના અખબારી અહેવાલો બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને અગાઉ બંધ કરી દેવાયેલું ઘુંટુનું કોવીડ કેર સેન્ટર પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે.                   મોરબી નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ તથા સાર્વજનિક સ્થળોને ગઈકાલે શુક્રવારે રાત્રે સેનિટાઇઝ પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોવિડ પેશન્ટ માટે જીવન રક્ષક મનાતા રેમડેસીવીર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબદ્ધ કરાવવા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સીએમ વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી છે. તો ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મોરબીને પૂરતી માત્રામાં કોવિડ ટેસ્ટ કીટ ફાળવવા આરોગ્ય અધિકારીને સૂચિત કર્યા છે.

Related posts

*HELLO MORBI:*મોરબી:વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રીનો અનુરોધ*

editor

*રાજકારણ ગરમાયું: આજે અમિત શાહ, મનિષ સિસોદીયા અને ઓવૈસી ગુજરાતમાં!!!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી એડિવિઝન પોલીસ મથકે મોહરમ નિમિત્તે તાજીયા અખાડા કમિટી સાથે પી.આઈ.રાકેસ પટેલની અધ્યક્ષમાં બેઠક યોજાઈ*

editor

Leave a Comment