• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં કર્ફ્યૂ ભંગ કરનાર સામે પોલીસ કડક બની એસ પી સહિત સઘન ચેકીંગ માં*

વગર કારણે આંટાફેરા કરતા 32 બાઈકચાલક અને 2 કારચાલક ઝપટે

મોરબી: મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આજે રવિવારે રાત્રે 8 વાગ્યા બાદ શહેરના ચોકે-ચોકે પોલીસ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. વારંવારની સૂચનાઓ, અપીલો અને વિનવણીઓ છતાં સરેઆમ કર્ફ્યૂભંગ કરતા સમાજના દુશ્મન એવા આંટાફેરા કરવા નીકળી પડેલા વાહનચાલકો સામે આજે રવિવારે સખ્ત હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

 

શહેરના મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ નજીક મોરબી જિલ્લા એસ.પી.ઓડેદરા (સુપ્રિન્ટેન્ડ ઓફ પોલીસ) ખુદ પહોંચ્યા હતા. જ્યાં ડી.વાય. એસ.પી. પઠાણ, બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ સહિતના સ્ટાફે સમાજના વેરી એવા 32 જેટલા બાઈકચાલકો અને 2 કારચાલકોને કર્ફ્યૂભંગ બદલ ઝડપી પાડયાં હતા. આ તમામના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને કર્ફ્યૂભંગના કેસો કરવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસે આગામી સમયમાં પણ આ રીતે જ કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો. લોકોને ખાસ અને ઇમરજન્સી કામ વગર રાત્રે 8 વાગ્યા બાદ બહાર ન નીકળવા માટે એસ.પી. સહિતના અધિકારીઓએ ફરી એકવાર લોકોને અપીલ કરી વ્યવસ્થામાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું.

Related posts

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ” વિષય પર ચિત્રસ્પર્ધાનું આયો ૧૫મી જાન્યુઆરી સુધીમાં કૃતિ મોકલવી

Hello Morbi

*મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે કરાયેલ આયોજિતમોરબીમાં પરશુરામ ધામ ખાતે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો*

Hello Morbi

*યુવા વર્ગને વેક્સિન મામલે ટંકારા તાલુકાને હળહળતો અન્યાય કેમ? પદ અધિકારીઓ ચૂપ કેમ?*

Hello Morbi

Leave a Comment