• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી મહર્ષિ દયાનંદ શાળા ટંકારા ખાતે ઓનલાઈન પ્રદર્શન યોજાયુ*

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ગણીત અને પર્યાવરણ પ્રત્યે રૂચિ, કૌશલ્ય વિકસે તે માટે દર વર્ષે તાલુકા કક્ષાથી લઈને રાષ્ટ્રીય સુધી કમશ પ્રદર્શનો યોજાતા હોય છે.

 

કોરોના મહામારીને ધ્યાને લઈ જી.સી.ઈ.આર.ટી.સી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સુચના મુજબ ઓનલાઈન પ્રદર્શન યોજવાનું નક્કી થયેલ હોય ટંકારા તાલુકા કક્ષાનું પ્રદર્શન શ્રી મહર્ષિ દયાનંદ વિકાસ સકુંલ-ટંકારા ખાતે ઓનલાઈન યોજાયું હતુ.

 

GCERT દ્વારા વિજ્ઞાન, ગણીત, પર્યાવરણ પ્રદર્શનની મુખ્ય થીમ ‘તકનીકી અને રમકડા’ જે અંતર્ગત પેટા વિષયો ઈકો ફ્રેન્ડલી સામગ્રી, સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતા, આદાન-પ્રદાન થઈ શકે તેવુ સોફ્ટવેર, ઐતીહાસિક વિકાસ, ગાણીતીક નમુનાઓ જેવા વિષયો રાખવામાં આવ્યા હતા.

 

આ પ્રદર્શનમાં ટંકારા તાલુકા માંથી ૧૪ માધ્યમીક અને ૧ ઉચ્ચતર માધ્યમીક શાળાના બાળકોએ પોતાની કૃતી રજુ કરવામાં આવેલ હતી.

 

આ ઓનલાઈન પ્રદર્શનમાં શિક્ષકોશ્રી લાલજીભાઈ મારવાણિયા, શ્રી કાંતીભાઈ બારૈયા, રશ્મિતાબેન ભાગીયાએ નિષ્પક્ષ નિર્ણાયક તરીકેની સેવા આપેલ હતી.

 

જ્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના વિજ્ઞાન સલાહકાર શ્રી દિપાલીબેન વડગામાએ માર્ગદર્શન પુંરુ પાડ્યું હતુ. અને ટંકારા શાળા વિકાસ સકુલના સંયોજક શ્રી આર.પી.મેરજા, સહ સંયોજકશ્રી દિલીપભાઈ બારૈયા તથા મદદનીશ શિક્ષણ નિરક્ષકશ્રી ભાવેશભાઈ ભાલાડીયાએ જહેમત ઉઠાવી હતી. અને કોમ્પ્યુટર સ્ક્રીન પર ઓનલાઈન વ્યવસ્થા માટેની ટેકનીકલ મદદ કરનાર શ્રી ધર્મેશભાઈ, રાજેશભાઈ, હરેશભાઈ તથા ભાગ લેનાર તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીઓને ઓનલાઈન માધ્યમથી પ્રદર્શન યોજવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી (ઉંચી માંડલ)નો સંઘાણી પરિવાર*

editor

*HELLO MORBI:ધ્રોલ વકિયા:શ્રી બી, એમ,પટેલ શાળા તથા શાળા પરિવાર તરફથી દિલ્હી પરેડમાં પસંદગી પામવા બદલ જરૂ ધ્રુવને ખૂબ ખૂબ અભિનંદન*

Hello Morbi

*દુઃખદ અવસાન નોંધ મોરબી આમરણ વાળા*

Hello Morbi

Leave a Comment