• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ*

શરૂઆતના તબક્કે દરરોજ 80 જેટલા ટેસ્ટ કરાશે : હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ, લેબ માટે જરૂરી સ્ટાફ ફાળવાયો

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આજથી કોરોના ટેંસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતના તબક્કે દરરોજ 80 જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.તેમજ હાલમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને આ સુવિધાનો લાભ આપવામાં આવશે. હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ કરવામાં આવ્યા છે તેમજ લેબ માટે જરૂરી સ્ટાફ ફળવાયો છે.

 

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર. કોવિડ ટેંસ્ટિંગ માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.આ લેબોરેટરીમાં શરૂઆતમાં દરરોજ 80 જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે અને આ લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે પ્રથમ સીવીલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ ધીમેધીમે ટેંસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની સ્થિતિ વકર્યા બાદ કોરોના ટેંસ્ટિંગને પહોંચી વળવા માટે ઉઠેલી માંગને પગલે આજથી કોરોના ટેંસ્ટિંગ લેબ સાકાર થઈ છે.

 

આજરોજ મોરબી કલેકટરના હસ્તે આ લેબ નો પ્રારંભ કરાયો હતો અને સિવિલમાં વધુ 85 બેડ વધારવામાં આવશે. હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ કરવામાં આવ્યા છે. બાકીના 40 થી 45 બેડ ટૂંક સમયમાં શરૂ થશે તેવું કલેકટરે જણાવ્યું હતું.આ ઉપરાંત કોરોના ટેંસ્ટિંગ લેબમાં બે રેસિડેન્ટ ડોકટર, બે માઈક્રો બાયોલોજીસ્ટ, પાંચ લેબ ટેક્નિશિયનની ભરતી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ટેંસ્ટિંગ અહીંથી ધીમેધીમે શરૂ કરવામાં આવશે.આ ટેંસ્ટિંગમાં લોકોનો સમય બચશે અને ઝડપથી રિઝલ્ટ આવશે.

Related posts

*HELLO MORBI NEWS:તારાણા મુકામે રાજપૂત સમાજ દ્વારા ચાલતી ભાગવત કથા*

editor

*રાજકોટ કોવિડ હોસ્પીટલ મા થયેલ અગ્નિકાંડ મા મૃત્યુ પામનાર મોરબી ના સ્વ. નિતીનભાઈ બદાણી ના પરિવારજનો ની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવતા શ્રી કે.ડી. બાવરવા, નિર્મિત કક્કડ, હસુભાઈ કાસુન્દ્રા તથા કીશોરભાઈ પટેલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ‘ઔદ્યોગિક ભરતી મેળો’ યોજાશે*

editor

Leave a Comment