• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : બાળકને તાવ, ઉઘરસ, શરદી અને ઉલટી-થાક જેવા લક્ષણ શરુ થાય તો શું કરવું ? જાણો બાળ રોગ નિષ્ણાંત ડો. મનીષ સનારીયા પાસેથી*

હાલ કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે બાળકોમાં પણ કોરોનાનો કહેર જોવા મળે છે ત્યારે હાલના સંજોગોમાં ઘરમાં બાળકને તાવ, ઉઘરસ, શરદી, ઉલટી, થાક, માથું દુખવું જેવા લક્ષણ શરુ થાય તો શું કરવું તે અંગે મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. મનીષ સનારીયાએ મહત્વના સૂચનો કર્યા છે જે નીચે મુજબ છે

 

• કોરોના સંક્રમણની શરૂઆત છે તેમ માનીને ઘરના વડીલોથી દુર કરો. માસ્ક પહેરી સકે તેમ હોય તો જરૂર પહેરાવો અને ઘરના બધા લોકો પણ પહેરો, ઘરમાં જ આઈસોલેશન કરી દો.

• કોઈપણ રીપોર્ટ જલ્દી કે જાતે કરાવી લેવાની ભાગદોડ ના કરો કારણકે અત્યારે લેબોરેટરીમાં ખુબ ભારણ અને લાઈન લાગેલી છે.

• તમારા ડોક્ટરને બતાવો પણ દવાખાને લઇ જવાનું કામ વડીલોને ના સોપો બાળક દ્વારા તેમને સંક્રમિત થવાથી બચાવો

• ડોક્ટરના માર્ગદર્શન મુજબ જરૂર હોય ત્યારે અને તેટલા જ રીપોર્ટ કરાવો યાદ રાખો, મોટાઓ જેવા HRCT કે D-DIMER, Ferritin ના રીપોર્ટની બાળકોમાં જરૂરત નહીવત છે

• જે બાળક ફ્લુના લક્ષણ ધરાવે છે અને શરૂઆતમાં નેગેટીવ આવે છે તે બે ચાર દિવસમાં વાયરસનો લોડ વધતા પોઝીટીવ આવી સકે એટલે આવું દરેક બાળક પોઝીટીવ જ છે તેમ માનીને ચાલવું

• બાળકમાં લક્ષણો જલ્દી જતા રહે છે અને ત્રણ ચાર દિવસમાં સારું પણ થઇ જાય છતાં તે દસ બાર દિવસ સુધી બીજાને ચેપ ફેલાવતું રહે છે તેનું પણ કવોરનટાઈન અને આઈસોલેશન જરૂરી છે

• પાંચ સાત વર્ષથી નાના બાળક માટે માં અને બાળક નિકટતાને કારણે એક જ વિભાગ ગણાય એટલે માં કે બાળક બેમાંથી એક પોઝીટીવ આવે તો બંને જ પોઝીટીવ છે તેમ માનવું

• ધાવણું બાળક હોય તો પણ તેને માં સાથે જ રાખવું, ધાવણ ચાલુ રાખવું અને માં એ બધી સાવચેતી રાખી બાળક સાથે અઈસોલેટ રહેવું

• ઘરમાં એકનો પોઝીટીવ આવે તો તે ઘરના નેગેટીવ લોકોએ બીજા પરિવારમાં જતા રહેવાની (અને આમ કરી ફેલાવો વધારવાની) બદલે તે જ ઘરમાં અઈસોલેશનમાં રહેવું શક્યતા પૂરી જ છે કે તેઓમાં પણ થોડા દિવસ પછી લક્ષણ દેખાશે

• યાદ રાખો આપણે સારવાર રીપોર્ટની નહિ પણ દર્દીની કરવાની છે ડોક્ટર ફોન પર રીપોર્ટ જોઈ સકે પણ દર્દીને તપાસી ના સકે

• હાલના સંજોગોમાં લગભગ બધા જ તબીબો ફોન પર પોતાના દર્દીઓને માર્ગદર્શન આપી સમાજસેવા કરી રહ્યા છે આ સેવાનો ડોકટરે નિર્ધારિત કરેલ સમય અને નંબર પર જ લાભ લો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા (મિં.) વિસ્તાર માંથી જામગરી બંદુક સાથે એક ઇસમન પકડી પાડતી માળીયા પોલીસ*

editor

*વાહનચાલકોમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત રોડ સેફટી દ્વારા કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: ટંકારા લતીપર ચોકડી શનીવારી બજારમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment