• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*’ઓલ ઇન્ડિયા લેબર્સ એમ્પ્લોઇઝ યુનિયન’ દ્વારા વિનામૂલ્ય આંખના ઓપરેશન સેવા સાથે ગુજરાતમાંપદાધિકારીની વરણી* 

 

તારીખ ૧૫મી મે ના રોજ, સ્થળ પોરેચા આંખની હોસ્પિટલ, બારેજા, અમદાવાદ ખાતે ભારત દેશમાં સરકારી, અર્ધસરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારોના હિત તેમજ ન્યાય માટે કામદાર નેતા શ્રી સાગર પ્રકાશ ઘાડગેના નેતૃત્વમાં કામ કરતું દેશનું સૌથી મોટું ટ્રેડ યુનિયન “ઓલ ઇન્ડિયા લેબર્સ એમ્પ્લોઇઝ યુનિયન”*દ્વારા ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રકાશ યાદવ પાટીલના આગેવાની હેઠળ સરકાર દ્વારા જાહેર કરેલ કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે ગુજરાત પ્રદેશમાં યુનિયનના કામકાજનો શ્રીગણેશ સેવા યજ્ઞ’ ના ભાગરૂપે ડો. ધર્મેન્દ્ર જેનાની દેખરેખમાં ‘પોરેચા આંખની હોસ્પિટલ’ માં જરૂરિયાતમંદ લોકોના આંખોનું વિનામૂલ્ય ઓપરેશન કરીને કરવામાં આવ્યો હતો.

 

રાજ્યના સર્વ કર્મચારીઓ અને મજદુરોનાં પ્રાણ પ્રશ્નોને વાંચા આપવા અને તેમના હિત તેમજ સુરક્ષા માટે રાજ્યભરમાં યુનિયનનો વ્યાપ વધારવા માટે પ્રદેશ પ્રમુખશ્રી દ્વારા જાગૃત અને સેવાભાવી વ્યક્તિઓની ગુજરાત પ્રદેશના હોદ્દેદારો તરીકે પ્રદેશ મહામંત્રી તરીકે શ્રી વિકાસ મોહિતે (વડોદરા) અને પ્રોફેસર અમિતકુમાર રાવલ (સાણંદ) અને પ્રદેશ ઉપપ્રમુખ પદે શ્રી પરાશર રાવલ (અમદાવાદ) અને શ્રીમતી કોકિલા ભાઉસાહેબ પવાર (વડોદરા) ની નિમણુક કરવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં દરેક શહેર અને તાલુકા, જીલ્લા સ્તરે પદાધિકારીઓની નિમણુક કરવામાં આવશે.

 

પ્રદેશ પ્રમુખ શ્રી પ્રકાશ યાદવ પાટીલે જણાવ્યું હતું કે તેવો ગુજરાતમાં દરેક કર્મચારી કે મજદૂરોને પડતી મુશ્કેલીઓમાં સાથ આપશે અને હાલમાં ગુજરાતમાં તમામ કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી, આશા વર્કર્સ, તબીબી નર્સ તેમજ ડોક્ટરો અને મજદુરોના પડતર પ્રશ્નોના નિરાકરણ તેમજ જે લોકોની નોકરી છૂટી ગયેલ છે તેઓને બેકારી ભત્તુ મળે તે માટે તારીખ ૧૭ મી મે ના રોજ ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા “રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આવેદન પત્ર”આપવામાં આવશે. એમ એક પ્રેસ યાદી માંપ્રકાશ યાદવ પાટીલ

પ્રદેશ પ્રમુખ ગુજરાત રાજ્ય,

ઓલ ઇન્ડિયા લેબર્સ એમ્પ્લોઇઝ યુનિયન એ જણાવ્યું છે

 

લી.

Related posts

*ગાંધીનગરમાં છેતરપીંડીના ગુનાનો આરોપી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ના હાથે ઝડપાયો*

Hello Morbi

*જોડિયા કોર્ટ કચેરી ખાતે ૭૬ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI NEWS: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા યોજાયેલ ફ્રી ડાયાબિટીસ અને બીપી ના કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો*

editor

Leave a Comment