• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર તાલુકાની હદમાં દારૂનું કટિંગ થાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો*

વાંકાનેર તાલુકાની હદમાં દારૂનું કટિંગ થાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો દરોડા

 

 

હીરાસર વિડી વિસ્તારમાં દારૂ કટિંગ કરતા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને ઝડપી લઈ વાંકાનેર પોલીસ હવાલે કરાયા

વાંકાનેર : વાંકાનેરના હીરાસર વિડી વિસ્તારમાં વિદેશી દારૂનું કન્ટેનર ભરી કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમે દરોડો પાડ્યો હતો અને બોલેરો ગાડીમાં દારૂ ઉતારી રહેલા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને રંગે હાથ ઝડપી લીધા હતા. જો કે દરોડાનું સ્થળ વાંકાનેર તાલુકામાં આવતું હોય રાજકોટ પોલીસે મુદ્દામાલ અને આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કર્યા છે.

 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હીરાસર વિડી નજીક વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનું અને બોલેરો ગાડીમાં કટિંગ ચાલુ હોવાની બાતમી મળતા ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા પ્રવીણભાઈ નાથાભાઇ ગાંગડીયા (રે.રૂપાપરા ગામ, તા.વાંકાનેર), સલીમ ઈકબાલભાઈ શેખ, વાંકાનેર અને ખિયારામ ગંગારામ બેનિવાલ (રહે.બાડમેર, રાજસ્થાન) વાળાને દારૂના વિશાળ જથ્થા સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર, બોલેરો ગાડી સહિતનો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોંપી આપ્યો હતો.

 

જો કે, વાંકાનેરની હદમાં મોટાપ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાના કટિંગ અંગે રાજકોટ પોલીસના દરોડાને પગલે તરેહતરેહની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.

Related posts

*HELLO MORBI NEWS:*સલાયા લોહાણા મહાજન દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવમાં સોમવારે પાણીના ગોરાનો વિશિષ્ટ રાસ, ઈંઢોળી વિના ગ્લાસ ઉપર ગોરો રાખી રમસે માના ગરબા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ 𝐁.𝐒𝐜. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે હૃદયસ્પર્શી પત્રો લખી અનોખી ઉજવણી કરી*

editor

*વાંકાનેર ના ક્યુટ બોય આહિલ ખાન નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

Leave a Comment