• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર જિલ્લામાં દેશી અંગ્રેજી દારૂ નું દૂષણ અટકશે નહીં!!!?*આલેખન આરીફ દિવાન*

દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં દારૂના પ્યાસીઓ અને બુટલેગરોને પોલીસનો ડર રહ્યો ના હોય તેમ છાશવારે પોલીસ ચોપડે દારૂ પકડાતા રહે છે…!

 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એ બધાને ખબર છે પણ તેની કડક અમલવારી કરવામાં સતત તંત્ર નિષ્ફળ નિવડયું છે તેના પરિણામે છાશવારે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી અવાર નવાર નાના મોટા દારૂ ના ટેન્કરો નાની મોટી ગાડીઓ પોલીસ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવે છે છતાં દારૂનું દુષણ અટકવાનું નામ જ લેતું હોય તેમ દરેક જિલ્લામાં કે ગ્રામ્ય વિસ્તારોમાં ભાગ્યે જ ક્યાંક દારૂ મળે નહીં તો નવાઈ પરંતુ ઉદ્યોગ નગરી એવા મોરબી શહેર જિલ્લામાં રોજેરોજ નાની-મોટી દારૂની ખેપ થતી હોય તેમ ટંકારામાં ત્રણ દારૂની બોટલ સાથે બે શખ્સોને ટંકારા પોલીસે ઝડપી પાડી છે અને મોરબીના એ ડીવીઝન પોલીસે મોરબીના પંચાસર રોડ પર ગીતા મીલ નજીક અંગ્રેજી દારૂ ની એક બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડી જ્યારે મોરબી ના કારખાના ફેકટરી આસપાસ નાના-મોટા દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં ની ચર્ચા ચકડોળે ચઢી છે એ ગુજરાતના ડિજિટલ યુગમાં ગુજરાતના જિમ્મેદાર નેતાઓ માટે લાલબત્તી સમાન રહી છે ગુજરાતમાં માત્ર દારૂબંધી ની કડક અમલવારી કરવામાં પોલીસ તંત્ર રાત દિવસ મથામણ કરે પણ પોલીસ સ્ટાફ વસ્તીના પ્રમાણમાં ક્યાં!? માત્ર વિકાસ… ની વાતો ચાલે છે પણ વિકાસ થતો હોય તેવું હાલ ગુજરાતમાં ક્યાંય દૂર દૂર સુધી દેખી શકાય તેવી દ્રષ્ટિ ની જરૂર પડી હોય તેમ હાલમાં લોકો મહેસૂસ કરી રહ્યા છે

Related posts

*કોરોના સંદર્ભે મોરબી કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી નિયંત્રણો લદાયા* *જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી બી.આર.સી. ભવન ખાતે સન્માનપૂર્વક વિદાય અને ઉમંગભર્યું સ્વાગત કાર્યક્રમ યોજાયો*

editor

*જોડિયા તાલુકા પંચાયતની બાલંભા બેઠક પરથી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ ના રમાબેન સવાણીએ કોંગ્રેસમાંથી નોંધાવી ઉમેદવારી*

Hello Morbi

Leave a Comment