• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સ્પો:ભારતની બિલ્ડિંગ મટીરીયલ ઈન્ડસ્ટ્રીઝને વૈશ્વિક ઓળખ આપતું આગવું પ્લેટફોર્મ*

વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપો : ભારતની બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીને વૈશ્વિક ઓળખ આપતું આગવું પ્લેટફોર્મ
*ભારતને આંતરરાષ્ટ્રીય ઓળખ અને નિકાસને નવો વેગ આપવા માટે વાયબ્રન્ટ બિલ્ડકોન કટિબદ્ધ* *વાયબ્રન્ટ બિલ્ડકોન 2025ના ટાઇટલ સ્પોન્સર તરીકે ‘બ્લુઝોન વિટ્રિફાઇડ’નું સ્વાગત*

8 માર્ચ, મોરબી.
ભારતની બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી હવે સંપૂર્ણ તાકાત સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. બ્લ્યુઝોન પ્રેઝેન્ટ “વાયબ્રન્ટ બિલ્ડકોન 2025” આગામી તારીખ 13થી 16 એપ્રિલ 2025 દરમિયાન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાવાનું છે, જે આ દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

આ મેગા એક્સ્પોમાં 300 થી વધુ એક્ઝિબિટર્સ, દોઢ લાખથી વધુ ભારતીય મુલાકાતીઓ અને 1500થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજરી આપશે કે જે ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક વ્યવસાયના નવા રસ્તાઓ ખોલશે. આ પ્રતિષ્ઠિત એક્ઝિબિશનના ટાઇટલ સ્પોન્સર તરીકે ‘બ્લુઝોન વિટ્રિફાઇડ’ જોડાયું છે કે જે ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીની સંભાવનાઓને વધુ ઊંચાઈએ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

જેવી રીતે કેન્ટોન ફેર ચીનને, બિગ-5 દુબઈને, સેવીસામા એ સ્પેનને અને સેરસાઇ એ ઇટાલીને ગ્લોબલ ઓળખ આપી છે, તેવી જ રીતે વાયબ્રન્ટ બિલ્ડકોન ભારતના બિલ્ડિંગ મટીરીયલ્સના ઉધોગો માટે વેપાર પ્લેટફોર્મ બનવા માટે તૈયાર છે. આ એક્સ્પોનો ઉદ્દેશ્ય ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો છે કે જેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક વેપાર કરવાની તક મળે અને દેશના બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીની નિકાસમાં વધારો થાય.

આ એક્સપોમાં સિરામિક, ટાઇલ્સ અને સેનેટરી વેર, હાર્ડવેર અને બાથ ફિટિંગ્સ, પ્લાયવુડ અને લેમિનેટ્સ, ગ્લૂ અને એડહેસિવ્સ, પાઇપ્સ અને ફિટિંગ, માર્બલ, ગ્રેનાઈટ અને સ્ટોન, પેઇન્ટ્સ અને જીપ્સમ બોર્ડ સહિત તમામ મુખ્ય બિલ્ડિંગ મટીરીયલ્સ કેટેગરીના ઉત્પાદનો એક જ પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટ ડીસ્પલે કરશે કે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને ગુણવત્તાયુક્ત અને અવનવી પ્રોડકટને વૈશ્વિક માર્કેટમાં પ્રદર્શિત કરવાની તક આપશે.
વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 એ ફક્ત એક એક્સ્પો નથી પણ વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનો સ્થાપિત કરવાની એક સુવર્ણ તક પણ છે. એક્ઝિબિટર્સને ૧૫૦૦થી વધુ વિદેશી ગ્રાહકોને મળવાની અને વૈશ્વિક સ્તરે તેમની બ્રાન્ડ્સ પ્રદર્શિત કરવાની તક મળશે. ભારત સરકાર અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય તથા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કેપેકિસલ’ પણ આ એક્ઝિબિશનને સમર્થન આપી રહ્યા છે, જે આ એક્ઝિબિશનની વિશ્વસનીયતા અને મહત્તામાં વધારો કરે છે. આ એક્સ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીની નિકાસને પ્રોત્સાહન આપવાનો અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ભારતીય બ્રાન્ડ્સને તૈયાર કરવાનો છે
આ એક્ઝિબિશનના ડિરેક્ટર શ્રી જિતેન્દ્ર કથીરિયાએ જણાવ્યું હતું કે, “આ એક્સ્પો ભારતની બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી માટે વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે કામ કરશે, જ્યાં અમે અમારી ક્ષમતાઓનું પ્રદર્શન કરીશું અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાન આપીશું, સાથોસાથ આ એક્ઝિબિશનમાં પ્રોડકટની સાથે ઘણી કંપનીઓ પોતાની કંપનીના શોપી પાર્ટનરને પ્રોત્સાહીત કરીને ભારત અને વિશ્વભરના દેશોમાં શોપી લોન્ચિંગ કરીને વૈશ્વિક બ્રાન્ડ બનવા તરફ પણ આગળ વધશે.*

આ ઉપરાંત ડિરેક્ટર શ્રી વિજય અધારાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “આ એક્સપોથી ભારતીય કંપનીઓને વિદેશ. જવાને બદલે ભારતમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારની તકો મળશે, જે વૈશ્વિક વેપારના ખ્યાતનામ ગ્રાહકોને ભારતમાં લાવશે અને ભારતીય કંપનીઓ સાથે મજબૂત વ્યાપારિક સંબંધો સ્થાપિત કરશે.”

વાયબ્રન્ટ બિલ્ડકોનના ડિરેક્ટરો આ એક્સપોને ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક પ્રસંગ માને છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ એક્સ્પો ફક્ત આપણા ઈન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે લઈ જશે નહીં પરંતુ ભારતીય કંપનીઓ અને બ્રાન્ડ્સને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. આ પ્રયાસમાં ભારત સરકાર અને અગ્રણી ઉધોગપતિઓનો સહકાર મેળવવાનો અમને ગર્વ છે. આ એક્સ્પો વિશ્વ સમક્ષ આપણા ઈન્ડસ્ટ્રીની તાકાત પ્રદર્શિત કરશે અને ભારતને વૈશ્વિક બિલ્ડિંગ મટીરીયલ્સ ક્ષેત્રે એક મુખ્ય ખેલાડી બનાવશે.”
આજે વાયબ્રન્ટ બિલ્ડકોનના ટાઇટલ સ્પોન્સર ‘બ્લ્યુઝોન વિટ્રિફાઇડ’ના CMD શ્રી મનોજભાઈ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાના બિલ્ડિંગ મટીરીયલ્સ એક્ઝિબિશન ‘વાયબ્રન્ટ બિલ્ડકોન’ સાથે ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાઈને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશન વૈશ્વિક ફલક પર મોટામાં મોટું બિલ્ડિંગ મટીરીયલ્સનુ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે ત્યારે આનાથી ભારતના બિલ્ડીંગ મટીરીયલ્સ ક્ષેત્રના ઉદ્યોગોને ફાયદો થશે કેમકે જુદા જુદા દેશોમાં અથવા ભારતમાં જ અલગ અલગ એક્ઝિબિશનમાં ભાગ લેવાને બદલે આ એક જ એક્ઝિબિશનમાં ભાગ લેવાથી ભારત તેમજ સંપૂર્ણ વિશ્વનું માર્કેટ આપણને એક જ જગ્યાએ મળવાનું છે. આ એક્ઝિબિશન ખરા અર્થમાં ઇન્ટરનેશનલ છે કારણ કે, વિશ્વના અલગ અલગ ૮૦થી વધુ દેશોમાંથી 1500 કરતાં વધારે બાયર્સ આ એક્ઝિબિશનમાં આવવાના છે. આ ઉપરાંત ભારતભરમાંથી દોઢ લાખ કરતાં વધુ ડોમેસ્ટિક વિઝિટર્સ કે જેમાં આપણાં દેશના ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, આર્કિટેક્ટસ, બિલ્ડર્સ અને બિલ્ડિંગ મટીરીયલ્સ ના ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ પણ આ એક્ઝિબિશનની મુલાકાત લેવાના છે. ત્યારે આ પ્રકારના અનોખા વૈશ્વિક એક્ઝિબિશનમાં ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાઈને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ.

આ સાથે જ આ એક્સપોમાં અમે 500 સ્ક્વેર મીટર કરતાં વધુ વિશાળ જગ્યામાં અમારો સ્ટોલ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. અમે અમારા સ્ટોલમાં અમારી અવનવી પ્રોડક્ટ્સ, અધતન નવી ડિઝાઇન્સ અને અમારા લેટેસ્ટ ઈનોવેશન્સ રજૂ કરવા જઇ રહ્યા છીએ. આ એક્સપોની મુલાકાત લેનાર સૌ કોઈને વૈશ્વિક કક્ષાની ટેક્નોલોજીઓ અને લેટેસ્ટ ટ્રેન્ડિંગ ડિઝાઇન્સ એક જ પ્લેટફોર્મ પર જોવા મળવાની છે. ત્યારે આ એક્સપોની અંદર અમારી પ્રોડક્ટ જોઈને આ ઇન્ડસ્ટ્રીની અંદર અમે એક ક્રાંતિ લાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.

તો, ચાલો આપણે સૌ સાથે મળીને બિલ્ડિંગ મટેરિયલના આ વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશનને ‘વન નેશન – વન એક્ઝિબિશન” ના વિચાર સાથે સફળ બનાવીએ અને દેશના વિકાસમાં સહભાગી થઈએ.

આ તકે કેપેક્સીલના સિરામીક અને રીફેકટરી પેનલના ચેરમેન શ્રી નિલેષ જેતપરીયાએ જણાવ્યુ હતુ કે, આ એક્ઝિબિશનથી ભારતની બિલ્ડિંગ મટીરીયલ્સ ઉત્પાદન કરતી કંપનીઓ માટે ભારત સરકાર તરફથી જે સહયોગ મળ્યો છે તેના થકી યુરોપ, લેટીન અમેરીકા, સેન્ટ્રલ અમેરીકા, ગલ્ફ અને આફ્રિકન દેશો સહિત રશીયા અને એશીયન દેશોના ગ્રાહકો જયારે આ એક્ઝિબિશનમાં આવશે તેનો ફાયદો મોરબીના સિરામીક ઉધોગ તેમજ રાજકોટ અને જામનગરની હાર્ડવેર તેમજ બાથરૂમ પ્રોડકટ તેમજ ભારતભરની લેમીનેટ અને પ્લાયવુડ, પેઇન્ટ, માર્બલ, ગ્રેનાઇટ સહિતનું બિલ્ડિંગ મટીરીયલ બનાવતી કંપનીઓને ડોમેસ્ટીક તેમજ વૈશ્વિક માર્કેટમાં મોટો ફાયદો મળશે.
વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 માં ભાગ લેવો એ ફક્ત વ્યવસાયિક સફળતા તરફનું એક પગલું નથી પણ ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી માટે વૈશ્વિક ઓળખ બનાવવા તરફ એક ઐતિહાસિક પહેલ છે. જે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો બ્રાન્ડ સ્થાપિત કરવા માંગે છે, નિકાસ વધારવા માંગે છે અને વૈશ્વિક ખરીદદારો સુધી પહોંચવા માંગે છે, તેમના માટે વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 એક સંપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. આ એક્સ્પો ભારતના બાંધકામ ઈન્ડસ્ટ્રીના વૈશ્વિક વિસ્તરણની નવો અધ્યાય લખવા માટે તૈયાર છે.

Related posts

*HELLO MORBI: નવરાત્રી પર્વમાં લગાતા સેવા કેમ્પ અંગેની મીટીંગ આગામી ૬ તારીખે યોજાશે*

editor

*થરા જલારામ મંદિરે ચાર કરોડના ખર્ચે બનશે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય જલારામ સેવા ભવન*

Hello Morbi

*ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જોડિયા તાલુકાના ગામોમા જન આશીર્વાદ યાત્રાએ નીકળ્યા*

Hello Morbi

Leave a Comment