• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડિયાણા કન્યાશાળામાં ઓનલાઈન વાલી મીટીંગનું આયોજન થયેલ*

આજરોજ તારીખ 22/7/2021ને ગુરુવારના રોજ શ્રી હડિયાણા કન્યાશાળા ના ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીની બહેનોના વાલીઓની એક ઓનલાઇન વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાલી મીટીંગમાં શાળાના મ. શિ. દેવાંગીબેન બારૈયા દ્વારા સૌપ્રથમ વાલીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અરવિંદ એન.મકવાણા દ્વારા ઓનલાઈન ક્લાસ, ટીવી પર આવતા શૈક્ષણિક કાર્યક્રમો,ફળિયા શિક્ષણ, એકમ કસોટી વગેરે અંગે વાલીઓને વિસ્તાર પૂર્વક સમજણ આપી હતી. સી.ઓ. ધમસાણિયા દ્વારા G- shala એપ્લિકેશન અંગે વાલીઓને સમજ આપવામાં આવી હતી. ઉપરાંત આ મિટિંગમાં કુલ 70 વાલીઓ, જોડિયા તાલુકાના BRC શ્રી આશિષભાઈ રામાનુજ, હડિયાણાના CRC કનુભાઈ જાટીયા, હડિયાણા ગામના સરપંચશ્રી કુસુમબેન પરમાર, SMC ના અધ્યક્ષ સુનિલભાઈ પરમાર, શાળાના તમામ શિક્ષકો જોડાયા હતા અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું.મિટિંગના અંતે વાલીઓ પાસેથી શાળાને લગતા સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. આમ ડિજિટલ માધ્યમથી યોજાયેલ વાલી મીટીંગમાં વાલીઓ ખૂબ ઉત્સાહથી જોડાયા હતા…….

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*વાંકાનેર: જીતુભાઈ સોમાણી ના ઉપવાસ આંદોલનના સમર્થન માં વાંકાનેરના સંતો મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયા ખાતે આજરોજ પરમાર પરિવાર દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:રાજચંદ્ર મિશન ધરમપુર વાકાનેર સેન્ટર દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ઠંડી છાશ વિતરણ અંતર્ગત AAA સોશિયલ ગ્રુપ વાંકાનેર દ્વારા આભાર વ્યક્ત કરાયો*

editor

Leave a Comment