• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં શિક્ષક દિવસની ઉજવણી*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

 

 

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણવિદ ડૉ. રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મ દિવસ 5 સપ્ટેમ્બર સમગ્ર ભારતમાં *શિક્ષક દિવસ* તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ જામનગર જિલ્લાની જોડીયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે શાળાની વિદ્યાર્થીની બહેનોએ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા.શાળાની 14 જેટલી વિદ્યાર્થીની બહેનોએ શિક્ષક બની હતી. આજરોજ શિક્ષક બનેલી વિદ્યાર્થીની બહેનોએ સમગ્ર શાળાનું સંચાલન કર્યું હતું. શિક્ષક બનેલી વિદ્યાર્થીની બહેનોને અગાઉ ધોરણ તથા વિષયોની ફાળવણી કરવામાં આવી હતી. અને બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયાએ કર્યું હતું. શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક બનેલી વિદ્યાર્થીની બહેનોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીની બહેનોને શાળા પરિવાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દિવસના અંતે શાળાના આચાર્ય અરવિંદ મકવાણા દ્વારા તમામ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શિક્ષક દિવસ નિમિત્તે હડિયાણાના CRC કનુભાઈ જાટિયા દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવયુગ કા રાજા ગણેશ મહોત્સવ ની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ*

editor

*રાજકોટ ના ગૌરીદડ ગામ ખાતે લેવાયો સંપૂર્ણ લોક ડાઉન નો નિર્ણય*

Hello Morbi

*જોડિયાના મેઘપર તથા જસાપર ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment