• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*અત્યાર સુધી ના બે કેમ્પ મા ૬૬૨ દર્દીઓ એ લાભ લીધો, કુલ ૨૬૧ દર્દીઓ ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા હતા*

 

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત આગામી તા.૪-૧૦-૨૦૨૧ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડોક્ટર્સ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા આપવા મા આવશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. કેમ્પ નો લાભ લેવા માટે આગામી તા. ૪-૧૦-૨૦૨૧ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*HELLO MORBI:ટંકારા:દેવકુવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે ગુજરાત સ્થાપના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર* *દમ મદાર બેડા પાર દમ મદાર બેડા પર દમ મદાર બેડા પાર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:એમપીના રાણાપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment