• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*તકવાદી નેતાઓ ને ખુલ્લો પત્ર પાઠવતા બહુજન સમાજ પાર્ટી ના હેમત ભાઈ ચાવડા*

આરીફ દિવાન દ્વારા

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મોંઘવારી-મંદી નો પ્રશ્ન સામાન્ય પ્રજા માટે શિરદર્દ સમાન રહ્યો છે ત્યારે વિધાનસભા 2022 અંતર્ગત મોટાભાગના તકવાદી નેતાઓ નો સત્તા પ્રાપ્ત કરવા માટે ગુજરાત ની ભોળી મતદાર પ્રજાને હથેળીમાં ચાંદ બતાવનાર તકવાદી નેતાઓ દ્વારા ગુજરાતમાં આટા ફેરા રાજકીય ક્ષેત્રે ચાલી રહ્યા છે ત્યારે હૈદરાબાદ ના ઓવેશી

ની પાર્ટી એ આઇ એમ આઇ એમ ના ગુજરાતમાં પણ જન સંપર્ક કાર્યાલય ખોલી દેખાવ પ્રદર્શન શરૂ કરી છે ત્યારે સતત પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરનાર બહુજન સમાજ પાર્ટીના હેમંતભાઈ ચાવડાએ તકવાદી નેતાઓ ને ઓળખવા માટે આમ પ્રજાને ખુલ્લો પત્ર પાઠવ્યો છે જેમાં જણાવેલ છે કે આપણા ગુજરાતમાં

 

ભાજપ/કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જાંજવાના જળ અને મુંગેરીલાલ નાં સપના સમાન ભપકાથી અંજાયા વગર બહુ સંખ્યક, બહુજન સમાજને આહવાન કે જુઠ્ઠાને જાકારો આપો. ગતિશીલ ગુજરાતમા કોરોનો કાળમા સરકારની અણઘણ નીતિ અને કોઈપણ પ્રકારની સંજીવની દવા, ઑક્સિજન, એમ્બ્યુલન્સ, ડોકટર, બેડ અને અપુરતો સ્ટાફ વગેરે વગેરે જેવી અતિ આવશ્યક વ્યવસ્થા વગર ગુમાવેલા સ્વજનોની ખોટ કયારેય પુરાય તેમ નથી.

ભુપેન્દ્રભાઈની બીજેપી સરકારે ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમાજ તેમજ જગતના તાત ને સાવ કંગાળ, લાચાર અને બેહાલ બનાવી દીધાં છે.

હાલમાં લખીમપુર ખીરીમાં શાંતિ પુર્વક આંદોલન કરી રહેલાં કિસાનો ઉપર ગૃહ રાજ્યમંત્રીના કુપુત્રે વાહનો ચડાવી બેરહેમીથી ઈરાદા પુર્વક સેકડો કિસાનોને કુચડી નાખ્યાં છે અને હિંસાની હોળી ખેલેલી.

ભોળી ભાળી જનતાને ગુમરાહ કરવામાં પાવરધી બીજેપી સરકાર સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ અને ૨૦૨૨ની પુર્વ તૈયારીના ભાગરૂપે જન આશીર્વાદ યાત્રા જેવી યાત્રા કાઢી પાર્ટી એ કરેલા કુકર્મો ઉપર ઢાંક પીછોડાં કરવા મરણીયા પ્રયાસો કરી રહી છે.

લાજવા ને બદલે ગાજતી, વિકાસની વાતો કરતી બીજેપી સરકારે શેનો વિકાસ કર્યો? પુંજીપતીઓ નો?, અદાણી, અંબાણીનો?

ક્યાં મોઢે વખાણ કરે છો? શરમ કરો. શરમ કરો.

“વર ની મા વર ને વખાણે” એવી વાત છે.

મોરબી જિલ્લા 🐘બહુજન સમાજ પાર્ટી 🐘 ભાજપની જન આશીર્વાદ યાત્રા ને વખોડી કાઢે છે.

માટે માન્યવાર કાંસીરામ સાહેબે કહ્યું છે”જૂઠ મુઠ ખાના છોડો અપને બલબુતે પર યે સબકુછ હાંસિલ કર સકતે હો”

શુ હાશીલ કરવાનું છે?

કોના માટે હાંસિલ કરવાનું છે?

પોતાના માટે કે સમાજ માટે?

સાહેબે આ ઈમાનદાર અને સમાજને રાજનીતિક રીતે ઊભા કરનારા માટે કહ્યું હતું. પ્રબુદ્ધ કે આંબેડકરી ચમચાઓ માટે નહી. ચેતી જાજો ચમચાઓ બહુજન સમાજ હવે જાગી રહ્યો છે બધુ જ અવલોકન થઈ રહ્યું છે અને અમારૂ પુર્વ અનુમાન પણ હતું જ.

માટે તમે ઉઘાડા પડી ગયાં છો બસપા મજબુત થઈ છે અને મજબુત થશે કોઈ રોકી નહી શકે.

બહુજન સમાજ પાર્ટી

જિંદાબાદ જિંદાબાદ

બહેન કુ. માયાવતી જી

જિંદાબાદ, જિંદાબાદ

🐘🐘🐘🐘🐘

બહુજન સમાજ પાર્ટી

મોરબી જિલ્લા અખબારી યાદીમાં જણાવતાં હેમંતભાઇ ચાવડા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં આવેલ વોકરામાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: વિડજા પરિવાર દ્વારા શિવકથાનું ભવ્યથી દિવ્ય જાજરમાન આયોજન*

editor

*HELLO MORBI:નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ ૩ ગોલ્ડમેડલ મેળવીને ઇતિહાસ રચ્યો*

editor

Leave a Comment