• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા જન આશીર્વાદ યાત્રામાં મતદાર પ્રજાને શું ફાયદો!? પેટ્રોલ-ડીઝલ સહિત તેલ ના ભાવ ભડકે છતાં આશીર્વાદ!!! વાહરે વિકાસ…*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

“બહુજન સમાજ પાર્ટીના હેમંતભાઈ ચાવડા નો ખુલ્લો પત્ર પ્રજાને પહેલા મોંઘવારી અને સમસ્યા મુક્ત કરો”

 

બહુજન સમાજ પાર્ટીના પ્રજા ચિંતક-વિચારક ધારી સક્રિય કાર્યકર એવા હેમંતભાઈ ચાવડાએ ગુજરાતમાં ચાલતી ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા નો વિરોધ નહીં સૂચન આપ્યા છે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોધવારી સાતમા આસમાને ચડી ગઈ છે તે હળવા કરો અને મતદાર પ્રજા ના વિવિધ પ્રશ્નોને ધ્યાને રાખી પ્રજાને એ પણ એ એક આશીર્વાદ મધ્યમ ગરીબ મતદાર પ્રજાના મેળવવા માટે દરેક શહેર-જિલ્લા ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરવાની જરૂર નથી સમસ્યા મુક્ત અને ગરીબ બેરોજગાર ના રહે મોંઘવારી નો ભાવ રહેતો એર કન્ડિશન ઓફીસમાં બેઠા બેઠા મંત્રીઓને ગરીબ પ્રજાના આશીર્વાદ મળતા રહે પરંતુ હાલ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે એમાં જે લાખો ના ખર્ચ કરવામાં આવી રહ્યા છે એજ ખરેખર ખર્ચ પ્રજાના વિકાસ માં કરવામાં આવે તો પણ ધણી સમસ્યા ઓ મતદાર પ્રજાને પરેશાન થતી અટકાવી શકે છે. પરતું મોટા ઉપાડે દેખાવ પ્રદર્શન કરી ભાજપના નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી આવનાર વિધાનસભા 2022 માટે રાજકીય ક્ષેત્રે સેન્સ પ્રક્રિયા શરૂ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે જેમાં પ્રજાહિત કે પ્રજા ચિંતન કોઈ કાર્ય થતું હોય તેમ હાલ દેખાતું નથી મોંઘવારી બેરોજગારી સહિત ગુજરાતના વિવિધ શહેર જિલ્લા મા વરસાદના કારણે ખેડૂતોને વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે અધૂરામાં પૂરું સ્વચ્છ ભારત અભિયાન ની વાતો અને વિકાસ ના વાવાઝોડા ફૂંકનાર નેતાઓ કયા ગુજરાતના શહેર જિલ્લા કે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થયો છે? કોરોના મહામારી અંતર્ગત આજની તારીખે માસ્ક દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેનો જવાબ વિધાનસભા 2022માં મતદાર પ્રજા ખુદ આપે તો નવાઈ નહીં એવો પ્રશ્ર્ન બહુજન સમાજ પાર્ટીના સક્રિય કાર્યકર હેમંતભાઈ ચાવડાએ પ્રજા ચિંતન પ્રશ્ન અંગે એક અખબારી યાદી માં જણાવ્યું છે.

Related posts

*ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કરતા ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા*

Hello Morbi

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:સર્વમંગલમ વિધાલય ડીસા ખાતે 15 ઓગસ્ટે કરવામાં આવી શાનદાર ઉજવણી*

editor

Leave a Comment