• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડિયાણા કન્યા શાળામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

જોડિયા તાલુકાના હડિયાણા ગામ ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં SWOA તરીકે ફરજ બજાવતા સ્વ.સિધ્ધીબેન કૌટિલ્યભાઈ પુરીહિત ગત તા.6/6/2021 ના રોજ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. આજરોજ તારીખ 13 ઓક્ટોબર 2021 ના રોજ સ્વ. સિધ્ધીબેન પુરોહિતનો જન્મદિવસ હોય તેમના પરિવાર દ્વારા હડીયાણા કન્યા શાળામાં સિદ્ધિબેનને શ્રદ્ધાંજલિ સ્વરૂપે શાળાને કૌટિલ્યભાઈ પુરોહિત દ્વારા ઇલેક્ટ્રોનિક બોર્ડ તથા કલર પ્રિન્ટર દાન આપેલ છે. આજે સિદ્ધિબેનના જન્મદિવસ નિમિત્તે પુરોહિત પરિવાર દ્વારા આ દાન હડીયાણા કન્યા શાળાને અર્પણ કરેલ છે. આ કાર્યક્રમમાં સ્વ. સિધ્ધીબેન પુરોહિતનો સમગ્ર પરિવાર, બેંક ઓફ બરોડાના મેનેજરશ્રી તથા સમગ્ર સ્ટાફ, એસ.એમ.સી.ના અધ્યક્ષ રાકેશભાઈ પરમાર, અસ્મિતાબેન અગ્રાવત, શાળાના આચાર્ય અરવિંદ મકવાણા તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શ્રી હડિયાણા કન્યા શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી અરવિંદ મકવાણા દ્વારા સ્વ.સિધ્ધીબેન પુરોહિતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુરોહિત પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો……

 

Related posts

*જોડિયાના લીંબુડા ગામ ના વતની જેંતીલાલ સોરઠીયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi

*આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી; અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ બહાર પડાયું*

editor

Leave a Comment