• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના જામ દુધઈ ગામે સવત્રંતદિવસ ની ઉજવણી કરાય*

રિપોર્ટર::શરદ એમ.રાવલ..

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા…🙏🏻જય હિન્દ 🇮🇳 જય ભારત🙏🏻

આજરોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રીજામદુધઈ તાલુકા શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી તેમ જ ગામમાં તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામના સરપંચશ્રી જાદવજીભાઈ ગાંભવા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, જિલ્લા માનદ અધિકાર બી.કે. ડાબી, જી.આર.ડી. ના સભ્યો, આંગણવાડીના બહેનો, શ્રીજામદુધઈ તાલુકા શાળાના આચાર્યશ્રી તથા શૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને ઉત્સાહી ગ્રામલોકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સ્વતંત્રતા દિવસની આ ઉજવણીના પ્રસંગે ગામના જ અમારા દર વર્ષના ગણવેશના દાતાશ્રી સ્વ.શ્રી ગોવિંદભાઈ રવજીભાઈ વસનાણી ના સુપુત્ર શ્રી શૈલેષભાઈ ગોવિંદભાઈ વસનાણી (ઇટાલિકા ગ્રુપ મોરબી) દ્વારા શાળાના ધોરણ 1 થી 8 ના તમામ 110 વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર ગણવેશ (યુનિફોર્મ કિંમત રૂ. 80000) આપવામાં આવ્યો.

તેમ જ ધોરણ 1 થી 8 તમામ વિદ્યાર્થીઓને સ્વ. રમણિકભાઈ ધરમશીભાઈ પરમારના સ્મરણાર્થે દાતાશ્રી જયેશભાઈ દેવશીભાઈ પરમાર (હાલ સેલવાસ) તરફથી સ્કૂલ બેગ (કિંમત 25000)ની ભેટ આપવામાં આવેલ છે

તેમજ દરેક વિદ્યાર્થીઓને ગામના યુવા દાતાશ્રી રસિકભાઈ વલીભાઈ ઠાસરીયા તરફથી એક એક બૂક અને બોલપેન ભેટ સ્વરૂપે આપવામાં આવી. આપણા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી અને આ તકે શ્રીજામદુધઈ તાલુકા શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા તેમજ શાળાના વિકાસમાં તન, મન ધનથી સહયોગ આપનાર દરેક ગામલોકો અને દરેક દાતાશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો………

 

Related posts

*HELLO MORBI:ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ભવ્ય શરદોત્સવ ઉજવાયો*

Hello Morbi

*”ખેડૂતોનો પાક ખેડૂતોના ભાવે વેચાશે ! લોઢવા ગામનાં ખેડૂતોએ કર્યો નિર્ણય..*

Hello Morbi

Leave a Comment