રિપોર્ટ: આરીફ દિવાન
“મોંઘવારી બેરોજગારી કોરોના બાદ મતદાર પ્રજાને ભારે હાલાકી છતાં વિકાસ અને જન આશીર્વાદ યાત્રા આઝાદીકા અમૃત જેવા કાર્યક્રમો મા મતદાર પ્રજા ના ચહેરાની રોનક દિવાળી પહેલા જ ડીમ પડી!!!”
સમગ્ર રાજ્યમાં રાજકીય નેતાઓ દ્વારા મોટાભાગે 2022 વિધાનસભા ચૂંટણી અંતર્ગત જનસંપર્ક સ્વરૂપે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં આઝાદીકા અમૃત જન આશીર્વાદ યાત્રા જે વિકાસ ના વાવાઝોડા બાદ નવા રંગરૂપ સાથે નવા નામ આપી નેતાઓ પોતાની વાહવાહ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોરોના મહામારી અંતર્ગત બેરોજગારી મંદી સાથે મોંઘવારી નો ભોગ મતદાર પ્રજા બની રહી છે તેઓ મોટાભાગે લોકો અનુભવી રહ્યા છે તેવા સમયે શાસક પક્ષના નેતાઓ પ્રજા ચિંતક પ્રશ્ને ધ્યાને ખેડૂત મજૂર મધ્યમ વર્ગ કે ઉદ્યોગપતિ માટે સમસ્યા હલ કરવાના બદલે આત્મનિર્ભર થવાની વાતો કરી રહ્યા છે એ પણ એવા સમયે જ્યારે મતદાર પ્રજા કોરોના મહામારી અંતર્ગત ધંધા-રોજગાર વગરની મંદીની ઝપટમાં મોંઘવારીમાં ભોગ બની રહી છે તેવા સમયે જન આશીર્વાદ યાત્રા અને આઝાદીકા અમૃત જેવા નામ આપી 2022 વિધાનસભા અંતર્ગત સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી જન સંપર્ક કરી રહ્યા છે એવા સમયે આ જન સંપર્ક અંતર્ગત થતાં લાખો કરોડોના ખર્ચા ખરા અર્થમાં પ્રજાના વિકાસ લક્ષી કાર્યો વાપરવામાં આવે તો સાચા આઝાદીકા અમૃત લોકોને ખટાના લાગે તેવા પ્રયાસો કરવા જોઈએ જન આશીર્વાદ પ્રજા ચિંતક મોંઘવારી કાર્ય કરી એક મોટા આશીર્વાદ છે ત્યારે રાજકીય નેતાઓએ આવી યાત્રા કાઢવાની જરૂર તો શા માટે!? સતા પાસે સાણપણ શું કામ નું??? એવો ઘાટ મોટાભાગની મતદાર પ્રજા અનુભવી રહી છે લોકશાહીમાં જાણે નેતાઓની તાનાશાહી ચાલતી હોય તે રીતે વાહનચાલકો પાસેથી દંડ ફટકારવામાં આવે છે જ્યારે કોરોના હળવો થયા બાદ પણ મોટાભાગના લોકો પાસેથી માસ્ક દંડ વસુલાત કરવામાં આવ્યો હોય તેની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી છતાં વિકાસના વાવાઝોડા ની વાતો કરનાર નેતાઓ એ ત્યાં કેવો વિકાસ થયો છે તે તો મોટાભાગની પ્રજા મોટાભાગના શહેર જિલ્લા થી લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો અનુભવી રહ્યા છે પેટ્રોલ ડીઝલ ગેસ સહિત ખાધસામગ્રી મોંઘવારીનું અજગર ના સ્વરૂપે મતદાર પ્રજાને મંદી બેરોજગારી બેકારી તરફ ધકેલી રહી છે!? શું નામ વિકાસ!? જન આશીર્વાદ એટલે… ઘરના ભુવા ને ઘરના ડાકલાં!!! મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરો એ લોકશાહીમાં તાનાશાહી નેતાઓની તો શું!? આઝાદીકા અમૃત મોંઘવારીના સ્વરૂપ મધ્યવર્તી માંડી મજુર સહિત મોટા ઉદ્યોગપતિ માટે શિરદર્દ સમસ્યા બન્યા છે એટલે મોટાભાગની મતદાર પ્રજા આઝાદીકા અમૃતનો સ્વાદ અમૃત કટ્ટા નો અહેસાસ કરી રહી છે તો ખોટું!? ગુજરાતમાં મોટા ભાગે દારૂબંધી હોવા છતાં દારૂનું દુષણ ધમધમી રહ્યું છે લાંચ રુશ્વત ભષ્ટાચાર અખબારોના સમાચાર બની રહ્યું છે શું નામ વિકાસ…? આવા અનેક પ્રશ્નો ગુજરાત ની મતદાર પ્રજા માટે ચિંતિત બન્યા છે ત્યારે પ્રજા ચિંતક નેતાઓની કમી કાયમ માટે ગુજરાતની પ્રજાને રહી હોય તેમ આઝાદીકા અમૃત અને વિકાસના વાવાઝોડા સાથે સાથે જન આશીર્વાદ માં જનકલ્યાણ મતદાર પ્રજાનું ક્યારે!? એક મોટો પ્રશ્ન આમ પ્રજામાં વિધાનસભા 2022 અંતર્ગત નવા પરિવર્તન સાથે નવા સ્વરૂપ ધારણ કરી તકવાદી નેતાઓ ને પરખવાની દ્રષ્ટિ ગુજરાત ની મતદાર પ્રજામાં આજના આધુનિક યુગમાં આવી હોય એવું રાજકીય નેતાઓથી લઇ વેપારી વર્ગમાં હાલ ચર્ચાના ચકડોળે ચડયું છે જ્યારે ચૂંટણી વખતે પરિણામ શું આવે છે તે તો સમય બતાવશે હાલ જન આશીર્વાદ યાત્રા બાદ નવા મંત્રીઓ ના સન્માન સમાંરભ સાથે આઝાદીકા અમૃત જેવા કાર્યક્રમો આપી લાખો-કરોડો ચર્ચા કરવામાં આવે છે તેની જગ્યાએ પ્રજા ચિંતક વિકાસ લક્ષી કાર્ય કરવામાં આવે એ લોકશાહીના લોકોની લાગણી અને માંગણી આજના આધુનિક યુગમાં જરૂરી બની છે કોરોના મહામારી બાદ મોટાભાગના ધંધા-રોજગાર મંદિ ની ઝપટમાં આવ્યા હોય તેવા સમયે મોંઘવારી અંતર્ગત સમસ્યા હલ કરવાના બદલે આત્મનિર્ભર થવાની વાતો કરતા નેતાએ 2022 વિધાનસભામાં આત્મનિર્ભર બનવું જરૂરી બનશે!???
