• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દીવાળીના તહેવારો નિમિતે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગાયોને પૌષ્ટિક આહાર માટે પ્રેરણાદાયી દાન*

છેલ્લા સાડા ત્રણ વર્ષથી ખૂબ જ પૂન્યશાળી એવા બનાસકાંઠા જીલ્લાના હ્દયસમા ડીસા નગરમાં જલારામ સત્સંગ મંડળ દ્રારા અલગ અલગ ભકતોના નિવાસસ્થાને પૂજય જલારામ બાપાનાં ભજન થાય છે.ભજનમાં આવતી ખુશી ભેટ તેમજ આરતી ભેટ ગૌસેવામાં વપરાય છે.દીવાળીના તહેવારો નિમિતે ગૌમાતાઓને પૌષ્ટિક આહાર ગોળ-પાપડી પૂરતા પ્રમાણમાં મળે તે માટે રૂપિયા 77110/- (અંકે રૂપિયા સત્યોતેર હજાર એકસો દસ) જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા જલિયાણ ગૌશાળા ડીસાને દાન પેટે આપવામાં આવેલ છે.162 થી 171 એમ દસ ગુરૂવારની આવક તેમજ અન્ય રકમ મળી ગૌશાળાને અર્પણ કરાતાં સૌએ રાજીપો વ્યકત કરેલ છે.

આ અગાઉ પણ અંદાજે 15 લાખ રૂપિયા જેવી રકમ નાણી,ભાભર,ટેંટોડા,ડીસા સહિતની ગૌશાળાઓમાં ગૌસેવા માટે વારાફરતી આપવામાં આવી હતી.આગામી દિવસોમા જુન-2022 માં 211મા મહા ગુરૂવાર નિમિતે જલારામ મંદિર ડીસા ખાતે ભવ્યાતિભવ્ય ભજનનો કાર્યક્રમ કરી મહા ઉજવણી પણ કરાનાર છે..

Related posts

*નવરાત્રી તહેવાર દરમિયાન ધૂમ બાઈક અને રોમિયોગીરી કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા માટે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકનેર તાલુકાના વિસ્તાર માંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી વાંકાનેર તાલુક પોલીસ*

editor

*HELLO MORBI: મંત્રીશ્રીએ કનુભાઈ દેસાઈ નવલખી પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી*

editor

Leave a Comment